Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

વડોદરા: મહિલા કારચાલકે બ્રેકની જગ્યાએ એક્સલરેટર દબાવ્યું, કાર 5 પગથિયાં કૂદી શોરૂમમાં ઘૂસી

વડોદરા શહેરમાં આવેલા અલકાપુરી બીપીસી રોડ પર એક મહિલા કારચાલકે બ્રેક લગાવવાની જગ્યાએ એક્સલરેટર દવાબી દેતા કાર ક્રોકરી શોરૂમનો કાચ તોડી અંદર ઘૂસી ગઈ હતી. આ મામલે ક્રોકરી શોરૂમના માલિકે મહિલા કારચાલક સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

5 પગથિયાં ચઢીને શોરૂમનો કાચ તોડી કાર અંદર ઘૂસી

વડોદરામાં આવેલા અલકાપુરીમાં બીપીસી રોડ પર મહેશભાઈ સિંધાણી કૃષ્ણા ક્રોકરી શોરૂમ ધરાવી વ્યવસાય કરે છે. બુધવારે રાત્રે જ્યારે મહેશભાઈ તેમના શોરૂમમાં હતા ત્યારે એક મહિલા કારચાલક ખરીદી કરવા માટે ત્યાં આવી હતી. જોકે કાર પાર્ક કરવા મહિલા પાર્કિંગમાં આવી હતી ત્યારે બ્રેક દબાવવાની જગ્યાએ જોરથી એક્સલરેટર દબાવ્યું હતું. આથી કાર ઉછળીને 5 પગથિયાં કૂદીને શોરૂમનો કાચ તોડી અંદર ઘૂસી ગઈ હતી. આ ઘટનાથી મહેશભાઈ અને તેમના શોરૂમનો સ્ટાફ ગભરાઈ ગયો હતો.

જોરદાર ધડાકોનો અવાજ આવતા લોકો દોડી આવ્યા

કાર જ્યારે શોરૂમમાં ઘૂસી ત્યારે જોરદાર ધડાકો થયો હોય તેવો અવાજ આવ્યો હતો. આથી મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થયા હતા. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. શોરૂમમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. શોરૂમના માલિકે કારચાલક મહિલા સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

દ્વારકા: ખંભાળિયામાં યુવક પર જીવલેણ હુમલો કરનારા બેને 3 વર્ષની જેલ, અન્ય ઘટનામાં બાઇક ચોરની ધરપકડ

Admin

महाराष्ट्र: महाराष्ट्र के कनेरी मठ में 52 गायों की मौत, 80 से ज्यादा बीमार! कवरेज करने पहुंचे मीडियाकर्मियों के साथी की मारपीट

Admin

રાજકોટમાંથી બાઈક ચોરી કરનાર ગેંગ પકડાઈ : પોલીસે૧૨ બાઈક સહિત મુદ્દામાલ કબજે કર્યો

Admin

बिहार: नालंदा जिले में युवक की पीट-पीटकर हत्या, एक गिरफ्तार

Admin

સુરત: લાજપોર જેલમાં આરોપીનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં પ્રેમિકાને ઉદ્દેશી લખ્યું- ‘હું તને બહુ પ્રેમ કરુ છું, મમ્મી-પપ્પાને મળતી રહેજે’

Admin

दिल्ली: स्नेचिंग के एक और मामले ने लिया हिंसक रूप, अपराधी फरार

Admin
Translate »