26 જાન્યુઆરી લાલકિલ્લા પરેડ માટે ભારતભર ની 1400 ટીમ માંથી ભાવનગરનું સંસ્કાર ગ્રૂપ આખરી પડાવ માં વિજેતા થઈ પસંદગી પામ્યું. મીનીસ્ટરી ઓફ કલ્ચર ભારત સરકાર દ્વારા આયોજિત rd પરેડ માટે ભારતભર માંથી 7 ઝોન માંથી એન્ટ્રી મંગાવવા માં આવેલી જેમાં 1400 જેટલી કૃતિ ને છેલ્લા 2 મહિના થી ક્રમશ તબક્કાવાર સિલેકશન થતાં 4 રાઉન્ડ ના અંતે સંસ્કાર ગ્રુપની પસંદગી થતાં ભાવેણાના કલા પ્રેમીઓ માં આનંદ ની લાગણી પ્રસરી છે. કીર્તિદેવસિંહ ગોહિલ ના સંચાલન હેઠળ ચાલતા સંસ્કાર ગ્રૂપ ને ચેતન ચૌહાણ અને કૃપાલસિંહ ગોહિલ માર્ગદર્શન હેઠળ મહિપાલસિંહ પરમાર તુલસી નારિગરા, તિર્થરાજસિંહ ઝાલા , રિદ્ધિ ડોડીયા, પ્રગતિબા ગોહિલ, માહિર રાઠોડ રશ્મિ બારૈયા, શ્રેયા ,રાહુલ વાઘેલા , નિધિ બાંભણીયા એ મિશ્રરાસ ની સુંદર કૃતી રજૂ કરી નિર્ણાયક ગણ ને પ્રભાવિત કરવામાં સફળ રહ્યા. હવે સંસ્કાર ગ્રૂપ આગામી 5 જાન્યુ થી 26 જાન્યુ સુધી દિલ્હી માં રહેશે અને થીમ અનુસાર 26 મી જાન્યુઆરી એ વિશાળ જનમેદની વચ્ચે તેમની રજૂઆત કરશે. . ..
