Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમરેલી બહાર પરા વિસ્તારમાં ગંદકીના કારણે સ્થાનીકો માં રોષનો માહોલ

અમરેલી બહાર પરા વિસ્તારમાં ગંદકીના કારણે સ્થાનીકોમાં રોષનો માહોલ…. નેતાઓ ચુંટણી સમયે મત લેવામાટે દોડ્યા આવે છે…. પ્રજાને રીજાવા માટે અનેકો વાયદા કરે છે…….. ગંદકી કારણે વિધાર્થીઓને શાળાએ જવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે

અમરેલીના બહાર પરા વિસ્તારમાં ભારે ગંદકીના કારણે સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અહી બહારપરા પ્રાથમિક શાળા પાસે ગંદકીના ગંજ હોવાના કારણે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો  છે સ્થાનિકો દ્વારા તંત્ર અને નેતાઓને અનેક વખત રજુઅતો કરવામાં આવી હતી તેમ છતાં હાલ હજુ સુધી સમસ્યાઓનું નિરાકરણ આવ્યું નથી સમસ્યાનું નિરાકરણ ન આવવાના કારણે સ્થાનીકો રોષે ભરાયા છે

સ્થાનિકોનું કહેવું છેકે જયારે ચુંટણી આવે ત્યારે નેતાઓ મત લેવા માટે આવે છે ત્યારે બહુ મોટી મોટી પોકળ વાતો કરે છે જેમ કે તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવી શું, ભાવ વધારો છે તેને ઘટાડો કરીશું જેવી અનેક મોટી મોટી વાતો કરે છે જયારે તે નેતાઓ ચુંટાઈને આવે છે પરંતુ તે નેતાઓ સમસ્યાનું નિરાકરણ કરતા નથી જેને લઈને સ્થાનિકોને અનેક સમસ્યાઓ વેઠવી પડે છે અહી બહારપરા વિસ્તારમાં ગંદકી ગંજ હોય કે પછી રોડ રસ્તાઓ હોય જેવી અનેક સમસ્યાઓના નિરાકરણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગણી છે

संबंधित पोस्ट

પાટણ જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સંસદસભ્ય તથા ધારાસભ્યઓના પ્રશ્નો બાબતે ચર્ચા કરાઇ

Karnavati 24 News

સુરતના સચિન GIDC વિસ્તારમાં કંપનીના ગેટ પર સૂતેલા બાળક પર એક ટેમ્પો ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મોત

Gujarat Desk

ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ, NSO દ્વારા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિયા) સાથે પ્રાદેશિક તાલીમ પરિષદનું આયોજન કરવામાં આવ્યું

Gujarat Desk

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ મતદાન 58% ને પાર; 5084 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

Gujarat Desk

દાહોદમાં નવું નિર્મિત ભાજપના કમલમ કાર્યાલય ખાતે 1111 દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી..

Admin

ગુજરાતના પધારેલા ત્રિપુરાના રાજ્યપાલ શ્રી એન. ઈન્દ્રસેના રેડ્ડીનું રાજભવનમાં ઉષ્માભર્યું સ્વાગત

Gujarat Desk
Translate »