Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

દક્ષિણ આફ્રિકાને લાગ્યો ઝટકો, ટીમના સ્ટાર પ્રિટોરિયસ વર્લ્ડકપમાંથી થયો બહાર

ભારત વિરૂદ્ધ ત્રણ મેચની વન ડે સીરિઝ પહેલા દક્ષિણ આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો છે. દક્ષિણ આફ્રિકાના ઓલ રાઉન્ડર ડ્વેન પ્રિટોરિયસ ભારત વિરૂદ્ધ સીરિઝની સાથે સાથે ઓસ્ટ્રેલિયામાં રમાનાર આગામી ટી-20 વર્લ્ડકપની બહાર થઇ ગયો છે. દક્ષિણ આફ્રિકાએ પોતાના ઇજાગ્રસ્ત ખેલાડી ડ્વેન પ્રિટોરિયસના સ્થાન પર માર્કો જૈનસેનને અંતિમ ઇલેવનમાં સામેલ કર્યો છે.

દક્ષિમ આફ્રિકાના ખેલાડી ડ્વેન પ્રિટોરિયસના અંગૂઠામાં ફ્રેક્ચરને કારણે ભારત વિરૂદ્ધ ત્રણ મેચની વન ડે સીરિઝ અને આગામી ટી-20 વર્લ્ડકપની બહાર થઇ ગયો છે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ આ જાણકારી આપી હતી.

ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કર્યુ “#PROTEAS સ્કવોર્ડ અપડેટ ઓલ રાઉન્ડર ડ્વેન પ્રિટોરિયસ ભારત વિરૂદ્ધ ત્રણ મેચની વન ડે સીરિઝ અને આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડકપની બહાર થઇ ગયો છે.”

પ્રિટોરિયસને આ ઇજા ભારત વિરૂદ્ધ ઇન્દોરમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચ દરમિયાન થઇ હતી અને હવે તેને સર્જરી કરાવવી પડશે. લખનઉંમાં ગુરૂવારે શરૂ થયેલી વન ડે સીરિઝ માટે તેના સ્થાને માર્કો જૈનસેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

મહત્વપૂર્ણ છે કે જૈનસેન દક્ષિણ આફ્રિકાની ટી-20 વર્લ્ડકપ ટીમનો વધારાનો ખેલાડી છે. દક્ષિણ આફ્રિકા માટે 2016માં ડેબ્યૂ કરનાર પ્રિટોરિયસ અત્યાર સુધી 27 વન ડે અને 30 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છે, તેને બન્ને ફોર્મેટમાં 35-35 વિકેટ ઝડપી છે જ્યારે વન ડે અને ટી-20માં 192 અને 261 રન બનાવ્યા છે.

દક્ષિણ આફ્રિકાના કેપ્ટનનું ખરાબ ફોર્મ

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાનું ખરાબ ફોર્મ યથાવત રહ્યુ હતુ. ભારત સામે પ્રથમ વન ડે મેચમાં પણ તે 8 રન બનાવીને આઉટ થયો હતો.

T20I વર્લ્ડકપ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ

ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટ કીપર), હેનરિક ક્લાસન, રિઝા હેન્ડરિક્સ, કેશવ મહારાજ, એડન માર્કરમ, ડેવિડ મિલ્લર, લુંગી નગિડી, એનરિક નોર્ખિયા, વેન પાર્નેલ, કાગિસો રબાડા, રીલી રોસો, તબરેજ શમ્સી, ટ્રીસ્ટન સ્ટબ્સ

સ્ટેન્ડબાય ખેલાડી- જોર્ન ફર્ચુન, માર્કો જેનસેન, એન્ડી ફેહલુકવાયો

संबंधित पोस्ट

રવિન્દ્રસિંહ જાડેજાઃ અલ્લુ અર્જુનના અવતારમાં જોવા મળતા પુષ્પાના ‘ભૂત’ પર સવાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની તસવીર વાયરલ

Karnavati 24 News

હરભજન સિંહ કોરોના વાયરસથી સંક્રમિત થયો, પોતાને અલગ કરી, લોકોને અપીલ કરી

Karnavati 24 News

ઝૂલન ગોસ્વામીની અંતિમ મેચમાં કેપ્ટન હરમન ભાવુક થઇ, લૉર્ડ્સના મેદાન પર ક્રિકેટરની શાનદાર વિદાય

સેન્ચુરિયનમાં ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો હતો પરંતુ નુકસાન અને દંડનો સામનો કરવો પડ્યો હતો

Karnavati 24 News

લેસ્ટરમાં પ્રેક્ટિસ મેચ પહેલા ટીમ ઈન્ડિયામાં સામેલ થયેલા કેપ્ટન રોહિત શર્માએ સખત પ્રેક્ટિસ શરૂ કરી

Karnavati 24 News

કોલકાતામાં લૉર્ડ્સની બાલકની જેવો પંડાલ, સૌરવ ગાંગુલીએ પહોચીને તિરંગો લહેરાવ્યો