Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

ઓસ્ટ્રેલિયા સામે અંતિમ ટી-20 મેચ પહેલા બીમાર હતો સૂર્યકુમાર યાદવ, મેચ પછી કર્યો ખુલાસો

ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ T20I સીરિઝની ડિસાઇડર મેચ પહેલા બીમારીનો સામનો કર્યો હતો પરંતુ તેને હરાવ્યા બાદ તેમણે ઓસ્ટ્રેલિયાને હરાવવાનો પ્લાન બનાવ્યો હતો. મેચ બાદ તેમણે ખુલાસો કર્યો કે તેમણે ડૉક્ટર અને ફિઝિયોને તેમણે દવા અથવા ઇન્જેક્શન આપવા કહ્યુ હતુ પરંતુ તેમણે હૈદરાબાદમાં ત્રીજી મેચ માટે તૈયાર કરવા માટે પણ કહ્યુ હતુ.

સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવીને ટી-20 શ્રેણી 2-1થી જીતવામાં મદદ કરી હતી. સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલી સાથે ત્રીજી વિકેટ માટે 104 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી જેનાથી ભારતને શરૂઆતના પતનમાંથી બહાર ઉગારવામાં મદદ કરી હતી. અક્ષર પટેલે બીસીસીઆઇનો એક વીડિયોમાં સૂર્યકુમાર યાદવને સવાલ કર્યો કે ફિઝિયો રૂમમાં દરેક કોઇ તેમના વિશે કેમ વાત કરી રહ્યો હતો અને તે સવારે 3 વાગ્યે કેમ ઉઠ્યા?

અક્ષર પટેલને જવાબ આપતા સૂર્યકુમાર યાદવે કહ્યુ, ગત રાત્રે હવામાન બદલાઇ ગયુ હતુ અને મુસાફરીમાં પણ બદલાવ આવ્યો છે. આ બધાને કારણે મને પેટમાં દુખાવો થયો હતો અને પછી તાવ પણ આવ્યો હતો પરંતુ સાથે મને ખબર હતી કે આ એક નિર્ણાયક મેચ હતી, માટે મે પોતાના ડૉક્ટર અને ફિઝિયોને કહ્યુ કે જો વર્લ્ડકપ ફાઇનલ હોત તો હું કેવી રીતે રિએક્ટ કરીશ? હું બીમારી સાથે બહાર બેસવા માંગતો નહતો, તો તમારે જે પણ કરવુ પડે કરો, મને કોઇ દવા અથવા ઇન્જેક્શ આપો, પરંતુ મને સાંજની મેચ માટે તૈયાર કરો. એક વખત જ્યારે હું (ભારત) જર્સીમાં મેદાન પર હોઉં છુ તો મારી માટે એક અલગ ઇમોશન હોય છે.

મહત્વપૂર્ણ છે કે સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા સામે હૈદરાબાદમાં રમાયેલી મેચમાં 69 રનની ઇનિંગ રમી હતી અને ભારતને મેચ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

संबंधित पोस्ट

મિતાલી રાજે વર્લ્ડ કપથી પહેલા ભારતીય ટીમના યુવા ખેલાડીને લઈને આપી મોટી પ્રતિક્રિયા

Karnavati 24 News

केएल राहुल को उप-कप्तानी से हटाने पर हरभजन की तीखी प्रतिक्रिया – ‘दुनिया के शीर्ष बल्लेबाजों में से…’

Admin

Ind vs WI: ધવન કોરોના પોઝિટિવ, લોકેશ રાહુલ નહી રમે પ્રથમ વન ડે, રોહિત શર્મા સાથે કોણ કરશે ઓપનિંગ?

Karnavati 24 News

 7-8 ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં યોજાશે હરાજી, 10 ટીમ રમતી જોવા મળશે

Karnavati 24 News

T20 વર્લ્ડ કપ: 10 એવી બાબતો જે સાબિત કરે છે કે, ટીમ ઇન્ડિયા માટે T20 વર્લ્ડ કપ જીતવો અસંભવ જ હતો

Karnavati 24 News

વર્લ્ડ કપની ફાઈનલ મેચનું અમદાવાદ બનશે સાક્ષી, નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં જામશે ખરાખરીનો જંગ

Karnavati 24 News