Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

ICICI બેન્ક સહિત આ બેન્કોએ વ્યાજદરો વધાર્યા, જાણો કેટલા દર વધાર્યા

નવા મહિનાની શરૂઆતથી જ લોકોને વધુ એક આંચકો લાગશે. વાસ્તવમાં, પ્રાઇવેટ સેક્ટરની મોટી બેન્ક ICICI બેન્કે MCLR દરમાં ફરીથી વધારો કર્યો છે. બેન્કે માર્જીનલ કોસ્ટ પર આધારિત લેન્ડિંગ રેટ (MCLR)માં 10 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. આ વધારે દરેક સમયગાળા માટે કરવામાં આવ્યો છે અને આજથી એટલે કે 1 સપ્ટેમ્બર, 2022થી આ નવા દરો લાગૂ થશે. જેની સીધી અસર વ્યાજદરો પર પડશે. બેન્કે ચાર મહિનામાં MCLRમાં વધારો કર્યો છે. અગાઉ બેન્કે જૂન, જુલાઇ અને ઓગસ્ટમાં પણ તેમાં વધારો કર્યો હતો. 1 ઓગસ્ટથી તેમાં 15 બેસિસ પોઇન્ટનો વધારો કરાયો હતો.

ICICI બેન્કની વેબસાઇટ અનુસાર ઓવરનાઇટ અને એક મહિનાના MCLR રેટને 7.65 ટકાથી વધારીને 7.75 ટકા કરવામાં આવ્યો છે. આ જ રીતે ત્રણ મહિના માટે રેટ 7.80 રૂપિયા અને 6 મહિના માટે રેટ 7.95 ટકા કરવામાં આવ્યો છે. એક વર્ષનો MCLR રેટ 7.90 ટકાથી વદીને 8 ટકા કરવામાં આવ્યો છે. ગત મહિને પણ MCLRમાં 15 બીપીએસનો વધારો કરાયો હતો. આ પછી MCLR રેટ 7.90% પર પહોંચ્યો હતો.

બીજી બેન્કોએ લોન મોંઘી કરી

ગત અનેક મહિનાથી બીજી બેન્કોએ પણ લોન મોંઘી કરી છે. ICICI બેન્ક ઉપરાંત પીએનબી અને બેન્ક ઑફ બરોડાએ પણ MCLR દરમાં વધારો કર્યો છે. મોંઘવારીને અંકુશમાં રાખવા માટે રિઝર્વ બેન્કે રેપો રેટમાં સતત ત્રીજી વાર વધારો કર્યો છે. આગળ પણ તેમાં વધારો કરવામાં આવે તેવી આશંકા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. જેને કારણે RBIએ મોંઘવારીને અંકુશમાં રાખવા માટે સખત નીતિગત પગલાં લેવાની જરૂરિયાત પડી છે. ભારતીય રિઝર્વ બેન્કે છેલ્લા છ મહિનામાં અત્યાર સુધી રેપો રેટમાં 140 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે

संबंधित पोस्ट

રોકાણકારો માટે ખુશખબર/ હવે યસ બેંકે પણ FD પરના વ્યાજદરોમાં કર્યો વધારો, જોઈ લો નવા દર

Karnavati 24 News

આ કરાર બાદ અનિલ અંબાણીના શેરમાં રોકેટ બની ગયું, રિલાયન્સ પાવરના ભાવમાં જોરદાર ઉછાળો

Share Market Updates: ગ્લોબલ સંકેતો સાથે બજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 1300 પોઇન્ટનો જબરદસ્ત ઉછાળો, નિફ્ટી 16,646 પર ટ્રેડ

Karnavati 24 News

શેરબજારઃ બજેટ સત્રના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં મજબૂત ટ્રેડિંગ, સેન્સેક્સ 1000 પોઈન્ટ વધ્યો

Karnavati 24 News

હોટેલ ઉદ્યોગનો વિકાસ: બે વર્ષમાં પ્રથમ વખત, 60 ટકા હોટેલ ઉદ્યોગોએ રૂમ બુક કરાવ્યા છે

Karnavati 24 News

પેટ્રોલ ડીઝલના ભાવ આજે: ક્રૂડ ઓઈલના ભાવ આસમાને છે, જાણો શું છે 1 લીટર પેટ્રોલ-ડીઝલના ભાવ આજે

Karnavati 24 News
Translate »