Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભાજપ સંગઠનના હોદ્દેદારો અને નગર સેવકોના કરતુતો લઈ આવ્યા હતા પ્રભારી . . .

ભાવનગર જિલ્લા ભાજપ હાલમાં વિવાદોને કારણે સળગી રહ્યું છે ત્યાં શહેર ભાજપે પણ વિવાદોમાં ઝંપલાવ્યું છે. કોર્પોરેટરો દ્વારા આડકતરી રીતે રખાતા કોન્ટ્રાક્ટ અને વારંવાર ટકોર છતાં સ્ટેન્ડીંગ કમિટી અને સાધારણ સભામાં પ્રશ્નો ઉછાળતા અંતે સ્ટેન્ડિંગ કમિટીમાંથી બે સભ્યોને રાજીનામા ધરી દેવા પ્રદેશની મળેલી સૂચનાથી રાજકારણ ગરમાયું છે. પૂર્વ વિધાનસભાના બે નગર સેવકો સામે કાર્યવાહી કરવાની ચાલતી ગતિવિધીએ પુનઃ પૂર્વ અને પશ્ચિમનું રાજકારણ ચર્ચાના ચકડોળે ચડયું છે.ભાવનગર મહાનગરપાલિકામાં ઘર ફૂટે ઘર જાયની જેમ ભાજપના જ સભ્યો અને સંગઠન વચ્ચેના આંતરિક વિખવાદોને કારણે એક પછી એક પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ખુલ્લેઆમ આવી ગયાં છે. છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનમાં કોર્પોરેટરો કોન્ટ્રાક્ટરો બની જવાના મુદ્દે વિવાદો ઊભા થયા છે. આઉટસોર્સિંગ અને ડ્રેનેજ ક્લીનીંગના કોન્ટ્રાક્ટનો વિવાદ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ લાંબો સમય ચાલ્યો છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય કુલદીપભાઈ પંડ્યા અને પંકજસિંહ ગોહિલ દ્વારા યોગેશ્વર ફાઉન્ડેશનમાં આડકતરી રીતે સંકળાઈ કોન્ટ્રાક્ટ મેળવવામાં કરેલી કાર્યવાહી ચર્ચાસ્પદ બની હતી. સ્ટેન્ડીંગ કમિટી અને સાધારણ સભામાં વિવિધ મુદ્દાઓ પર બંને સભ્યો દ્વારા ઊછળી ઊછળીને બોલતા અટકાવવાનો સંગઠન દ્વારા પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંગઠનના હોદ્દેદારો અને કોર્પોરેટરો પર લગાવેલા આરોપ સંદર્ભે તમામ ડોક્યુમેન્ટ સાથે થોડા દિવસ પૂર્વે પ્રભારી કશ્યપ શુક્લા ભાવનગર આવ્યા હતા અને સંગઠનના હોદ્દેદારો તેમજ બંને નગરસેવકો સાથે ચર્ચા પણ કરી હતી. તેઓ પાસેથી પ્રત્યુત્તર પણ લીધા હતા. જેમાં બાબતોમાં આક્ષેપો સાબિત પણ થતા હતા. ત્યારે આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા બંને નગરસેવકોને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પદેથી રાજીનામા આપવા શહેર સંગઠનને સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે હજુ પૂર્ણપણે નિર્ણય લેવાયો નથી. પરંતુ બંને નગરસેવકોના સ્ટેન્ડિંગ કમિટીમાંથી રાજીનામા લેવાનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. અગાઉ પણ આરોગ્યના ચેરમેન અને સ્ટેન્ડિંગમાંથી રાજીનામુ લેવામાં આવ્યુ હતું ભાજપના નગરસેવકોમાં વારંવાર કોઈને કોઈ વિવાદ પર પ્રદેશે દખલગીરી કરવી પડે છે. વર્તમાન ટર્મમાં જ આરોગ્ય કમિટીના ચેરમેને સંઘની મજાક ઉડાવી હોવાના આક્ષેપ સાથે ચેરમેન પદેથી રાજીનામું અપાવરાવ્યું હતું. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં જ ગત ટર્મમાં પણ એક સભ્યનું રાજીનામું આપવા પ્રદેશનો હુકમ હતો. આમ વારંવાર ભાજપના નગરસેવકોને કોઇને કોઇ આક્ષેપોસહ રાજીનામા અપાવતા ખુદ પક્ષ જ બદનામ થાય છે. હજુ પણ રાજીનામા ધરાશે ! ભાવનગર શહેર ભાજપ અને કોર્પોરેશનના ભાજપના નગરસેવકો પર આક્ષેપોનો મારો ચાલી રહ્યો છે. જેની નોંધ પ્રદેશ કક્ષાએ ગંભીરતાથી લીધી છે. આગામી ચૂંટણી પૂર્વે વિવાદમાં નહીં પડવા અને કચરો સાફ કરવા પ્રદેશ મક્કમ બન્યુ છે. જેથી હજુ પણ આગામી દિવસોમાં પ્રદેશ દ્વારા ઘણાના રાજીનામાં લેવાનો નિર્ણય કરનાર હોવાનું રાજકીય વર્તુળમાંથી જાણવા મળ્યું છે. એક વ્યક્તિ એક હોદ્દાના નિર્ણયે મહામંત્રી બદાણીએ સાગરમાલામાંથી રાજીનામું આપ્યું પ્રદેશ ભાજપ દ્વારા વીસ થી પચ્ચીસ દિવસ પૂર્વે એક વ્યક્તિ એક હોદ્દાનો નિર્ણય કરી જે વ્યક્તિ પાસે બબ્બે હોદ્દા હોય તેમને એક હોદ્દા પરથી રાજીનામું આપી દેવા સૂચના આપી હતી. જે અનુસંધાને શહેર ભાજપ મહામંત્રી યોગેશભાઈ બદાણીએ સાગરમાલા પ્રોજેક્ટના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું હતું. જે મુદ્દો હાલમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને રાજીનામા આપવાની ગતિવિધિ ચાલુ છે ત્યારે ઉછાળ્યો છે અને સંગઠન અને નગરસેવકોના રાજીનામાને રાજકીય વર્તુળોએ સાંકળી લેવામાં આવ્યો છે.

संबंधित पोस्ट

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આયોજિત પરિવર્તન યાત્રા દેવગઢ બારીયા વિધાનસભા ખાતે આવી પહોંચી

Karnavati 24 News

કોંગ્રેસ દ્વારા લિંબાયત અને ટેકસટાઇલ માર્કેટો અને સુરતના તમામ અલગ અલગ વિસ્તારોમાં દુકાનદારો ને મળી સાંકેતિક બંધ નું એલાન

 દાસજ ગામમાં પશુપાલકોને પશુઓમા દૂધ ઉત્પાદન વધારવાના તેમજ નફાકારક પશુપાલન માટે વૈજ્ઞાનિક અભિગમ વિશે માહિતી તેમજ માર્ગદર્શન

Karnavati 24 News

પૂર્વ પ્રધાનમંત્રી અટલજી, અડવાણીજી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસે બનાવેલી શાળાઓમાં જ ભણ્‍યા છે : કોંગ્રેસ

Karnavati 24 News

પૂર્વ અમદાવાદમાં જાહેર સભા બાદ અમિત શાહનો આજે રોડ શો યોજાશે, CMનો પણ રોડ શો, જાણો બીજા નેતાનો ક્યાં છે પ્રવાસ

Admin

‘આ પાકિસ્તાનથી જીતીને બન્યા છે ધારાસભ્ય…’ BJP સાંસદે આપ્યું નિવેદન, બિહારમાં રાજકારણ ગરમાયું

Admin