Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ટ્રાઇબલ તાલુકામાં ગણના થતી એવા ઝઘડિયા તાલુકામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ઝઘડિયા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ઝઘડિયા ઉજવણી કાર્યક્રમ માં દક્ષીણ આફ્રિકામાં વિશ્વની સૌથી ઉંચો ચોથા નંબરનો પર્વત સર કરનાર આદિવાસી મહિલા સીમા ભગત ઉપસ્થિત રહ્યા.
બીટીપી બીટીટીએસ સહીત આદિવાસી સંગઠનો જોડાયા.
૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની દેશભરમાં ભારે ઉત્સાહસભર વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ તાલુકામાં ગણના થતી એવા ઝઘડિયા તાલુકામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

બીટીપી, બીટીટીએસ તથા અન્ય આદિવાસી સંગઠનો ઉપસ્થિત રહી અરસ પરસ વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. વિશ્વ આદિવાસી દિન નિમિત્તે આદિવાસીઓની સંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિને સાચવી રાખવાની, સમગ્ર આદિવાસી સમાજ એક મંચ પર આવે અને પ્રકૃતિને બચાવવાનો સંકલ્પ લે તેવી વાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે આદિવાસીઓના અધિકારની વાત ઉચ્ચારવામાં આવી હતી. શિડયુલ પાંચ અને સીડ્યુલ છ નો સંપૂર્ણપણે અમલ થાય તેવા સહીયારા પ્રયાસો ધરવામાં આવે તેવું આહવાન કરવામાં આવ્યું હતું. પર્વતા રોહક આદિવાસી મહિલા સીમા ભગતે જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે આજે હું ખૂબ ગર્વની લાગણી અનુભવ છું. તેમણે જણાવ્યું હતું કે આજે હું ગર્વ અનુભવ છું કે છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાએ જે આદિવાસી અસ્તિત્વને ટકાવી રાખવા માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે તેને બિરદાવું છુ.

ઝઘડિયા ખાતે યોજાયેલ કાર્યક્રમ રેલી સ્વરૂપે ઝઘડિયા ચાર રસ્તા થી બજાર એપીએમસી થઈ રાજપારડી તરફ રવાના થઈ હતી અને રાજપારડી ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું

संबंधित पोस्ट

અચાનક દૈવી શક્તિ મળી ગઈ છે, મારા કારણે લાલુની પાછળ પડ્યું છે ED: નીતીશ કુમાર

Karnavati 24 News

વડોદરા ના ડેસર તાલુકા માં :સર્કસમાં ખેલ કરનારા કલાકારો સાથે જિંદગીએ પણ ખેલ ખેલ્યો

Karnavati 24 News

પાટણ જીલ્લા ના સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામે વંદે ગુજરાત રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Karnavati 24 News

મોડાસામાં યુવતીએ જન્મ દિવસ કેક કાપી નહીં પણ પક્ષીઓના આશિયાના નું વિતરણ કરી ઉજવણી કરી

Karnavati 24 News

અમદાવાદ જિલ્લામાં 25થી વધુ વિકાસ કાર્યોના લોકાર્પણ, 15થી વધારે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા

Karnavati 24 News

અમદાવાદ બાવળા ખાતે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા મહામંત્રી ઉપસ્થિત રહ્યા

Karnavati 24 News