Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ગુજરાત સ્થાપના દિનને લઇ ને પાટણના જૂના હયાત માર્ગો પર ડામરનું લેયર પાથરવામાં આવ્યું

ગુજરાતના ગૌરવ દિવસની ઉજવણીને લઇ પાટણ શહેરની કાયાપલટ કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શહેરને નવા રંગરૂપ આપી જાણે તેની ખામીઓ ઢાંકતા હોય તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરના રાજમાર્ગો પર ડામર પાથરી તેની સજાવટ શરૂ કરાઇ છે.

ઐતિહાસિક પાટણ નગરમાં ગુજરાતના 62મા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત વિવિધ મંત્રીઓના કાફલાના વાહનો જે માર્ગો પરથી પસાર થવાના છે તેવા જૂના હયાત માર્ગો પર ડામરનું લેયર કરી તેની સજાવટ કરવામાં આવી રહી છે.

પાટણના યુનિવર્સિટી ગ્રાઉન્ડ તેમજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સ્થાપના દિવસને લઈ વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. ત્યારે હાલમાં ટીબી ત્રણ રસ્તાથી યુનિવર્સિટી, રાજમહેલ રોડને જોડતા અન્ય હયાત માર્ગો પર ડામરનું લેયર કરી તેની સજાવટ કરવામાં આવી રહી છે. જો કે શહેરના કોટ વિસ્તારમાં આજેપણ અનેક ઉબડખાબડ માર્ગો હોવા છતાં તેવા માર્ગોનું ધણા સમયથી સમારકામ તો ઠીક પરંતુ પાલિકાના સત્તાધિશો દ્વારા તેને જોવાની પણ તસ્દી લેવામાં આવી નથી.

એક તરફ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે અસહ્ય ગરમીને કારણે શહેરના હયાત માર્ગો પર કરાયેલા ડામરનું લેયર સ્થાપના દિવસ પહેલા જ જો પીંગળી જાય તો આ રોડનો મેકઅપ ઉતરી જશે તેવી ચર્ચાઓ લોકોમાં જોવા મળી રહી છે. હાલમાં તો સ્થાપના દિવસની ઉજવણીને લઇ અસ્વચ્છ અને સુવિધાઓથી વંચિત પાટણ શહેર જાણે નવા રંગરૂપ ધારણ કરતું હોય તેમ તૈયારીઓ જોવા મળી રહી છે.

संबंधित पोस्ट

મહેસાણા શહેરમાં આવેલ તોરણવાળી માતા ના હોલ ખાતે આજરોજ કવિ સંમેલન યોજવા માં આવ્યું

Karnavati 24 News

અમદાવાદમાં ભડભડ સળગી ઉઠી BRTS બસ, ડ્રાઈવરની સૂચકતાથી પેસેન્જર્સનો બચાવ

Karnavati 24 News

પાટીદારો પર થયેલા કેસ પરત નહી ખેચાય તો ભાજપને ચૂંટણીમાં ભારે પડશે: લાલજી પટેલ

Karnavati 24 News

પાટણના યુવાન પાસે 50 હજારની ખંડણી માંગનારની પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી

Admin

મહુવા શહેરનો વોર્ડ નં 8 માં ભાજપની ચૂંટણી સભા યોજાઈ હતી .

Admin

 અમરેલીમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

Karnavati 24 News