Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

બારડોલીના કડોદની હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ શરુ કરવા દાતાઓ આગળ આવ્યા : દર્દીઓને મોટી રાહત થશે

કડોદ દામોદરદાસ ગાંધી હોસ્પિટલમાં કેટલાય સમયથી ઈમરજન્સી વોર્ડની માંગણી કડોદ નગર તથા 17 ગામના લોકોને ઈમરજન્સી આવે ત્યારે દર્દીને તાત્કાલિક સુવિધાના અભાવે દર્દીઓ કડોદથી બારડોલી લઈ જાય ત્યારે રસ્તામાં જ દમ તોડી નાંખે છે. ત્યારે કડોદ અને આજુબાજુના દાનવરી દાતાઓ દ્વારા 20થી 25 દિવસમાં જ સંસ્થાના પ્રમુખ કેતન પટેલ, ઉપપ્રમુખ કાંતુભાઈ પ્રજાપતિ, મંત્રી કિરણ પટેલ, બાલુભાઈ પ્રજાપતિ, પ્રતાપભાઈ દેસાઈ અને બોર્ડના સભ્યોના પ્રયત્નોથી ટૂંકા ગાળામાં દાતાઓ પાસે 30 લાખ દાનની રકમ એકત્ર કરી હતી. જેમનો દામોદરદાસ ગાંધી હોસ્પિટલમાં દાતાઓનું સન્માન રાખવામાં આવ્યું હતું. સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં 20 બેડની છે તેની 50 બેડ માટે ભલામણ કરેલ છે. તેમજ ઓક્સિજન લાઈફ સપોર્ટના ખર્ચના નાણાંકીય ગ્રાન્ટમાંથી પણ આપવામાં આવશે. જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલે 10 લાખના ખર્ચે 10 કેવીનું સોલાર આપવાનું જણાવ્યું હતું. કડોદ નગર તેમજ આજુબાજુના ગ્રામજનોને રાહત દરે સારવાર મળી રહે, દવામાં 20 ટકાની છૂટ તેમજ ઓપીડીનો ચાર્જ માત્ર 20 રૂપિયા લેવાય છે. દરરોજ 100 દર્દીઓ સેવાનો લાભ લે છે. જિ. પં. બાંધકામ સમિતીના અધ્યક્ષ રોહિત પટેલ, આરોગ્ય સમીતી અધ્યક્ષ જિનેશ ભાવસાર, સુડીકો બેંક મેનેજર મહાવિરસિંહ, તા. પં. સભ્ય, સરપંચ, ઉપસરપંચ ધ્વની ભાવસાર, દાતાઓનું સન્માન કરવામાં આવ્ય હતુ.

संबंधित पोस्ट

મહેસાણા નગરપાલિકાના મહિલા પ્રમુખ દ્વારા વિકાસ કામમાં ભૂતકાળ નો રેકોર્ડ તોડ્યો

Karnavati 24 News

 રણમલ તળાવમાં મહિલાએ કુદકો લગાવતા જ કોન્સ્ટેબલ શૈલેશ ગઢવીએ જંપલાવી ઉગારી લીધા

Karnavati 24 News

અમરેલી જિલ્લામા આવેલ ચલાલથી ગોપાલગ્રામ વચ્ચે ગુરુકુલના પાટિયા પાસે એસ.ટી.નો અકસ્માત સર્જાયો હતો.

Karnavati 24 News

એકમ ક્સોટીનું પ્રશ્નપત્ર વાય૨લ થયાની ઘટના સત્યથી વેગળી : શિક્ષણ બોર્ડ

Karnavati 24 News

કોવિડ ન્યાય યાત્રા સંદર્ભે કોંગ્રેસની પત્રકાર પરિષદ, 91,810 અરજીઓમાંથી 58840 અરજી મંજુર

Karnavati 24 News

દાદરા નગર હવેલી પોલીસ દ્વારા શહીદ દિવસ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી

Admin