Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારદેશ

UK ના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન આજથી બે દિવસની ભારતની મુલાકાતે..

યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું.ગુજરાત પ્રવાસે આવેલા યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી બોરીસ જ્હોન્સનનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું ત્યારે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન તેમની ભારત મુલાકાતના કાર્યક્રમના ભાગરૂપે આજે નિર્માણાધીન ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લેશે. ગુજરાત સરકારના ફ્લેગશીપ પ્રોજેક્ટ એવી ‘ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી’ આશરે રૂ.200 કરોડના ખર્ચે પ્રતિષ્ઠિત ગિફ્ટ-સિટી ખાતે આકાર લઇ રહી છે; જેમાં ઉત્પાદનોની નાવીન્યસભર વિચારને કેન્દ્ર સ્થાને રાખીને દેશના યુવા માનસ સંશોધન કાર્યો કરશે.આ ઉષ્માપૂર્ણ સ્વાગત અવસરે પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર , મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, પોલીસ વડા આશિષ ભાટિયા, જિલ્લા કલેકટર સંદીપ સાંગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની માટે સંશોધન વિદ્વાનો, લેબ ટેકનિશિયન અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે. તેમને યુનિવર્સિટીના હેતુ અને તેની કામગીરીના ક્ષેત્રો અંગે માહિતગાર કરવામાં આવશે. પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન સહયોગના નેજા હેઠળ સંશોધન અને નવીનતાના ભાવિ માર્ગો અંગે ચર્ચા કરશે.

ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં યુકેની એડિનબર્ગ યુનિવર્સિટી સહયોગી બની રહી છે. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીએ બાયોટેકનોલોજીમાં ઉચ્ચ શિક્ષણની યોજના માટે ‘જીવંત પ્રયોગશાળા’ હશે. આ જીબીયુની સ્થાપનાથી આશા છે કે આ મોડેલ સમગ્ર ભારતમાં આદર્શ મોડેલ હશે.

જીબીયુથી ઉચ્ચ શિક્ષણમાં યુકે અને ભારત વચ્ચે ઊંડા અને અર્થપૂર્ણ ભાગીદારી માટે અગ્રતા સ્થાપિત થશે. બ્રિટનના પ્રધાનમંત્રીની ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત સમગ્ર ભારત અને યુકેમાં શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટેની નોંધપાત્ર તકને પ્રકાશિત કરશે. ઉપરાંત, ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી જીવનપર્યંત વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતના વિકાસને આગળ ધપાવતા એન્જિનનો એક ભાગ બનશે. જે ઉદ્યોગ માટે તૈયાર પ્રતિભા એક નવીન ઇકોસિસ્ટમ અને રિસર્ચ ક્ષેત્રે મૈત્રીપૂર્ણ સંસ્થાકીય ભાગીદારી પ્રદાન કરશે.

संबंधित पोस्ट

સરકારી નોકરીઓ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીએ 66 જગ્યાઓ પર ભરતી કરી છે, ઉમેદવારોએ 19 જુલાઈ સુધીમાં અરજી કરવી જોઈએ.

Karnavati 24 News

બી.એસ.એફ.ના મથકો ખાતે 30 દિવસીય નિવાસી તાલીમનું આયોજન પાટણ જીલ્લાના ઈચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભરવું

Admin

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વના સૌથી મોટાં હર ઘર તિરંગા અભિયાનમાં પ્રબળ દેશભક્તિ સાથે જોડાવા માટે આહવાન કરતાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી નદી, દરિયો, જંગલ, રણ આ તમામ જગ્યાએ દેશભક્તિ પ્રગટાવ

Karnavati 24 News

કોરોનાની અરાજકતા વચ્ચે ચીનમાં નવો વાયરસ મળ્યો, 35 લોકો સંક્રમિત થયા

Karnavati 24 News

વિશ્વમાં ભારતના લેખનનો ડંકો: ટોમ્બ ઓફ સેન્ડ, બુકર પ્રાઈઝ જીતનારી પ્રથમ હિન્દી નવલકથા, લેખક ગીતાંજલિ શ્રીનું સન્માન

Karnavati 24 News

વૈવાહિક બળાત્કાર કેસમાં ન્યાયાધીશો વચ્ચે ટીકા: એક ન્યાયાધીશ કહે છે કે પત્ની પર બળાત્કાર કરનાર પતિને સજા થવી જોઈએ, અન્ય કહે છે કે આ ગેરકાયદેસર નથી

Karnavati 24 News