Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ચૂંટણી પૂર્ણ થઇ: પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના ડરને કારણે લોકોની પેટ્રોલ પંપ પર લાગી લાઇન

પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતા જ પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની આશંકા વધી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો થઇ શકે છે આ ડરને કારણે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે લાઇનો લાગી રહી છે.

10 માર્ચે પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ શકે છે. ક્રૂડ ઓઇલના ભાવ વધતા આ ભાવ વધારો શક્ય છે. છેલ્લા ઘણા સમયથી દેશમાં ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. ચૂંટણી પૂર્ણ થયા બાદ ડીઝલ-પેટ્રોલના ભાવ 15-20 રૂપિયા સુધી વધવાના સમાચાર ચાલી રહ્યા છે.ગુજરાત-મહારાષ્ટ્રના ખેડૂત ગામમાં ભાવ વધવાની આશંકાને કારણે ડીઝલ સ્ટોક કરી રહ્યા છે.

4 નવેમ્બરથી નથી વધ્યા ડીઝલ-પેટ્રોલના ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં 4 મહિનાથી કોઇ બદલાવ થયો નથી. જ્યારથી ડેલી રિવ્યૂની સિસ્ટમ અમલમાં આવી છે, આવુ પ્રથમ વખત થયુ છે કે 100થી વધારે દિવસ સુધી ડીઝલ અને પેટ્રોલના ભાવ વધ્યા નથી.

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 95.41 અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 95.13 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલનો ભાવ 89.12 રૂપિયા છે.

संबंधित पोस्ट

થનગનાટ ગરબા નાઈટમાં ગરબે ઘુમ્યા ખેલૈયાઓ, ગુજરાતના સેલીબ્રિટીએ હાજર રહી લગાવ્યા ચારચાંદ

Admin

PSIની પ્રીલીમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયુ, 4,311 ઉમેદવારો થયા પાસ

Karnavati 24 News

આગામી ત્રણ દિવસોમાં દાહોદ ના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર

Karnavati 24 News

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવ્યા

Karnavati 24 News

વાસ્તુ ટિપ્સઃ ઘરની આ દિશામાં તુલસીનો છોડ લગાવવાનું ભૂલશો નહીં

Karnavati 24 News

ગણવેશ,બુટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે

Karnavati 24 News