Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશરાજકારણ

 લખનઉંમાં કાકોરી બલિદાન દિવસ પર 19 ડિસેમ્બરે ડ્રોન શો, 75 મીટર કેનવાસ પર ચિત્રકાર શૌર્યગાથા કંડારશે

લખનઉંમાં 19 ડિસેમ્બરે યોજાનારા કાકોરી બલિદાન દિવસને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના 75 ચિત્રકાર 75 મીટર લાંબા કેનવાસ પર પોતાના રંગથી આઝાદીની શૌર્યગાથાને ચિત્રિત કરશે. આ દરમિયાન ડ્રોન શો પણ યોજાશે.  જેમાં ક્રાંતિવીરોની ચિત્રાત્મક કહાની રજૂ કરવામાં આવશે.

સંસ્કૃતિ વિભાગ તરફથી કાકોરી બલિદાન દિવસ પર વિવિધ આયોજન થશે. બલદાનનો અમૃત મહોત્સવ મનાશે. કાર્યક્રમનું આયોજન આઝાદીના અમૃત મહોત્સવ અને ચૌરી-ચૌરા શતાબ્દી મહોત્સવની શ્રેણીમાં થઇ રહ્યુ છે. પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ- વર્ષ 1857નું સ્મરણોત્સવ પર યોજાનારા સમારંભના મુખ્ય મહેમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદી બેન પટેલ છે.

19 ડિસેમ્બરે 1090 ચાર રસ્તાથી સવારે હાફ મેરેથોન યોજાશે. આ પ્રસંગે લોક કલાકાર સંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરશે. તે બાદ કાકોરી સ્મારક સ્થળમાં અમર શહીદોની પ્રતિમાઓ પર પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાશે. શહીદ સ્મારકમાં કેનવાસ પર ચિત્રિત આઝાદીની ગાથાને પ્રદર્શિત કરવામાં આવશે. 19 ડિસેમ્બરે સાંજે રેસીડેન્સીમાં પોલીસ દળ બેન્ડનું પ્રદર્શન યોજાશે. રેસીડેન્સીમાં કેનવાસ પર બનેલી 75 મીટર લાંબી ચિત્રાત્મક ગાથાનું પ્રદર્શન યોજાશે.

સ્વતંત્રતા સંગ્રામ સેનાની અને શહીદોના પરિવારજનોનું સમ્માન પણ કરવામાં આવશે. આકાશીય ડ્રોન શો ‘1857થી 1947’નું પ્રદર્શન યોજાશે.  આયોજનના માધ્યમથી જન જન આઝાદીની અમર કથાઓને પહોચાડવાનો પ્રયાસ થશે. શહીદોના પરિવારજનોનું સમ્માન પણ થશે. ચિત્રકાર 75 મીટર લાંબા કેનવાસ પર આઝાદીની ગૌરવગાથા પ્રદર્શિત કરશે.

 

संबंधित पोस्ट

મહાનગરપાલિકાના કરોડોના પ્રોજેકટોનું 2022માં સમયાંતરે થશે લોકાપર્ણ

Karnavati 24 News

 આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રજાસત્તા દિવસની ઉજવણીનાં ભાગ રૂપે દાહોદ જીલ્લામાં વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

Karnavati 24 News

રાજકોટ જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણી ને અનુલક્ષીને જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુ ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઇ હતી

Karnavati 24 News

 જૂનાગઢમાં આજથી વિશ્વ હિંદુ પરિષદની કેન્દ્રીય મંડળની પ્રબંધ સમિતિની બેઠક

Karnavati 24 News

કોઈને જડ્યો હોય તો કહેજો આપણી કૃષિ સંસ્કૃતિમાંથી નંદી ખોવાયો છે

Karnavati 24 News

ઝાલોદમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી

Karnavati 24 News