Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

CAની આર્ટિકલશિપનો સમય ત્રણથી ઘટાડી બે વર્ષનો કરાશે, ઇન્ટર પછી બે વર્ષની ફરજિયાત આર્ટિકલશિપ કરવી પડશે

સીએ ફાઉન્ડેશન, ઈન્ટર, ફાઈનલના કોર્સમાં માગને અનુરૂપ ફેરફાર કરાશે. નવા પરિરૂપ પ્રમાણે ઈન્ટરમીડિએટ બાદ સીએની સળંગ આર્ટિકલશિપનો સમયગાળો બે વર્ષનો કરાશે. આ આર્ટિકલશિપ કર્યા બાદ જ વિદ્યાર્થી ફાઇનલ કોર્સની પરીક્ષા આપી શકે છે. કોર્સમાં કરેલા ફેરફારની કેન્દ્ર સરકાર તરફથી મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે.

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ ધ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ)નાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે કમ્પ્યુટરાઈઝેશન બેઝ ઇકોનોમીના યુગમાં અને નોલેજ સીએના કોર્સમાં ફેરફાર કરાયા છે. એક વર્ષ પહેલાં ઇન્સ્ટિટ્યૂટે કોર્સમાં ફેરફારની કાર્યવાહી શરૂ કરી હતી. આ માટે દેશના સીએ, વિદ્યાર્થીઓ, શિક્ષણશાસ્ત્રીઓ તથા નાગરિકોનો અભિપ્રાય મગાવવામાં આવ્યો હતો.

સીએ ફાઉન્ડેશન, ઇન્ટ૨, ફાઈનલ લેવલના કોર્સમાં છ જેટલા પ્રશ્નપત્રમાં ટેક્નોલોજી, એથિક્સ સહિતના પાસાંનો સમાવેશ * સીએ ઇન્ટરમીડિએટની પરીક્ષા પાસ હોય, પરંતુ ફાઇનલ મોડ્યુલની પરીક્ષા પાસ કરી ન હોય તેઓને બીએએ સર્ટિફિકેટ અપાશે. * સીએ ફાઉન્ડેશન, ઇન્ટરમીડિએટ, ફાઇનલ ઉપરાંત ચાર પ્રશ્નપત્રોને આવરી લેતુ સેલ્ફ ટેસ્ટ મોડ્યુલ (એસટીએમ), આ ઉપરાંત ઇન્ટરમીડિએટ પરીક્ષા પાસ કરી હોય, પરંતુ ફાઇનલ પરીક્ષા પાસ ન કરી હોય તેવા વિદ્યાર્થીઓને બીએએ (બિઝનેસ એકાઉન્ટિંગ એસોસિએટ)નું સર્ટિફિકેટ આપવાનો પ્રસ્તાવ કરાયો છે.

સીએના કોર્સમાં આ પહેલાં 2017ની સાલમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત સીએના કોર્સમાં ઇલેક્ટિવ કોર્સ દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઓપન બુક્સ એક્ઝામ પણ લાગુ કરવામાં આવી હતી. આ કોર્સમાં કરાયેલા ફેરફાર અંતર્ગત છ વર્ષ બાદ 2023ની સાલથી હવે કોર્સમાં ફેરફાર થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર તરફથી સીએના નવા કોર્સની મંજૂરી મળશે, ત્યાર બાદ નવેમ્બર-2023ની પરીક્ષા અંતર્ગત દેશના આશરે આઠ લાખ વિદ્યાર્થીઓને આ નવો કોર્સ લાગુ પડશે.

संबंधित पोस्ट

 દમણમાં 31st ડિસેમ્બરની નાઈટ પાર્ટીને કરફ્યુનું ગ્રહણ

Karnavati 24 News

પાટણના યુવાન પાસે 50 હજારની ખંડણી માંગનારની પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી

Admin

પાટણ માં રાજપૂત સમાજના આગેવાને અનાથ આશ્રમના બાળકો વચ્ચે જન્મદિવસની ઉજવણી કરી

Admin

 પાટણમાં જિલ્લામાં રાયડાના ફુલની પીળી ચાદર પથરાઈ, ભાવ વધતા રેકોર્ડબ્રેક 38 હજાર હેક્ટરમાં વાવેતર

Karnavati 24 News

સુરતના અલગ અલગ વિસ્તારોમાં યોજાયેલ છઠ પૂજાનું આયોજન માં ગારીયાધાર ના લોકો જોડાયા

Admin

રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે જીવદયા પ્રેમી દ્વારા અનોખી સેવા કરી જીવ બચાવ્યો

Admin