Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ફારૂક મન્સૂરીની તપાસમાં હાલારી જૂથનું કૌભાંડ ખુલ્યુ . . .

ભાવનગર સીજીએસટી ટીમ દ્વારા બોગસ બિલિંગ કાંડમાં ફારૂક હુસૈન મન્સૂરીની ધરપકડ કરી જેલહવાલે કરાયો છે. ફારૂકની આગવી ઢબે કરાયેલી પુછપરછમાં અનેક રહસ્યો પરથી પડદો ઉંચકાયો છે અને આગામી સમયમાં સંખ્યાબંધ લોકો સામે કાર્યવાહીના સંકેતો સાંપડ્યા છે. નવાપરામાં હુમલા પ્રકરણમાં કોર્ટ તરફથી જામીન મળ્યા બાદ ફારૂક હુસૈન મન્સૂરી સહિત 7ને સમન્સના આધારે સીજીએસટીની ટુકડી પુછપરછ માટે લાવી હતી. આગવી ઢબે આખી રાત કરાયેલી પુછપરછમાં બોગસ બિલિંગ પ્રકરણમાં ફારૂકની સંડોવણી જણાઇ આવી હતી.તપાસમાં કૌભાંડ ખુલ્યુ:મહારાષ્ટ્રમાં 5 પેઢી રજીસ્ટર કરાવી કરોડોના બિલ ચિતર્યા ભાવનગર9 કલાક પહેલા ફારૂક મન્સૂરીની તપાસમાં હાલારી જૂથનું કૌભાંડ ખુલ્યુ તંત્ર દ્વારા 5 પેઢીઓ બાબતે મહારાષ્ટ્રમાં પણ તપાસનો દોર લંબાવવામાં આવશે ભાવનગર સીજીએસટી ટીમ દ્વારા બોગસ બિલિંગ કાંડમાં ફારૂક હુસૈન મન્સૂરીની ધરપકડ કરી જેલહવાલે કરાયો છે. ફારૂકની આગવી ઢબે કરાયેલી પુછપરછમાં અનેક રહસ્યો પરથી પડદો ઉંચકાયો છે અને આગામી સમયમાં સંખ્યાબંધ લોકો સામે કાર્યવાહીના સંકેતો સાંપડ્યા છે. નવાપરામાં હુમલા પ્રકરણમાં કોર્ટ તરફથી જામીન મળ્યા બાદ ફારૂક હુસૈન મન્સૂરી સહિત 7ને સમન્સના આધારે સીજીએસટીની ટુકડી પુછપરછ માટે લાવી હતી. આગવી ઢબે આખી રાત કરાયેલી પુછપરછમાં બોગસ બિલિંગ પ્રકરણમાં ફારૂકની સંડોવણી જણાઇ આવી હતી. સીજીએસટી પ્રીવેન્ટિવ ટીમ સમક્ષ ફારૂક મન્સૂરીએ વટાણા વેરી નાંખ્યા છે. મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં 5 પેઢીઓના બોગસ રજીસ્ટ્રેશન કરાવાયાનું નવાપરાના મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.321માં મળી આવેલા દસ્તાવેજો પરથી ફલીત થયુ છે, જેના અંગે ફારૂકે કબૂલાત પણ આપી હતી. 5 પેઢીઓ બાબતે મહારાષ્ટ્રમાં પણ તપાસ લંબાવવામાં આવનાર છે. સીજીએસટી ટુકડીની પુછપરછ દરમિયાન ભાવનગરના હજુ પણ અન્ય લોકો બોગસ બિલિંગ કૌભાંડમાં સામેલ હોવાની વિગતો સપાટી પર આવી છે. સીજીએસટી ટીમ દ્વારા બોગસ બિલિંગ પ્રકરણમાં ફારૂક મન્સૂરીની ધરપકડ કરી જેલહવાલે કરાયો છે, બાકીના 6ની સીધી સંડોવણી નહીં હોવાથી પુછપરછ બાદ જવા દેવાયા છે, પરંતુ તે પૈકી 2ને સરકારી બાતમીદારની કામગીરી સોંપવામાં આવી હોવાનું પણ જાણવા મળેલ છે.

संबंधित पोस्ट

નોટ ડબિંગ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશઃ પોલીસે 5 લોકોની ધરપકડ કરી, એક સ્વિફ્ટ કાર પણ મળી આવી

Karnavati 24 News

ओपेक के तीन डॉक्टर पर सामूहिक दुष्कर्म का आरोप, मुकदमा दर्ज़

Admin

ખારોઇ હત્યા કેસમાં મુંબઈના ક્ચ્છી વેપારી પાસેથી વધુ એક વિદેશી પિસ્તોલ મળી આવી

Karnavati 24 News

 કમલમમાં પેપર લીકનો વિરોધ કરવા પહોચેલા આપના નેતાઓને પોલીસે માર્યા, ગોપાલ ઇટાલિયા થયા ઘાયલ

Karnavati 24 News

બારડોલીના ઇસરોલી ગામમાં બે બંધ મકાનોના તાળાં તૂટ્યા, પરચુરણ સામાનની ચોરી

Karnavati 24 News

પેપર લીક મામલે કમલમમાં વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા જામીન

Karnavati 24 News