Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

આગામી તા.૧૨/૦૯/૨૦૨૨ સુધી અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા ખાસ ઝુંબેશ

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન નોંધણી અને સુધારા કરવાની સુવિધા ઉપલબ્ધ

આગામી તા.૧૨/૦૯/૨૦૨૨ સુધી અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા ખાસ ઝુંબેશ

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત આગામી તા.૧૧/૦૯/૨૦૨૨ સુધી અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કેટલાક ફેરફરો કરવામાં આવ્યા છે. આ ફેરાફારોના કારણે હવે વર્ષમાં ૦૪ તારીખોએ ૧૮ વર્ષ પૂર્ણ કરનારા ઉમેદવારો મતદાર તરીકે પોતાનું નામ નોંધાવી શકે છે.  અગાઉ ફક્ત ૦૧/૦૧ના પરિપ્રેક્ષ્યમાં આ યાદી તૈયાર કરવામાં આવતી હતી. આ ફેરફારના કારણે પ્રથમવાર મતદાર તરીકે લાયક થનારા મતદારોની સંખ્યા વધશે. અમરેલીમાં આ તારીખો અંતર્ગત મેચ્યોર થતા યુવક-યુવતીઓ મતદાર તરીકે નોંધાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

ચૂંટણીપંચ દ્વારા મતદારોને ઓનલાઈન નોંધણી અને સુધારણા માટે સુવિધા આપવામાં આવી છે. ઓનલાઈન પોર્ટલ  https://www.nvsp.in/  www.voterportal.eci.gov.in  voter helpline mobile app (ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે) અને GARUDA APP (BLO) મારફતે ઉપયોગમાં લઈ શકાશે.  આ વેબસાઈટ/એપ્લિકેશન પરથી મતદાર યાદીમાં નામોની નોંધણી થશેનવા મતદાર તરીકે નોંધણી કરાવી શકાશેમતદાર યાદીમાં વિગતોમાં સુધારો કરી શકાશેનવા મતદારો માટે ઈ-એપિક ડાઉનલોડ કરવાની સુવિધાઓ આપી શકાશે.  આ ઉપરાંત ઓનલાઈન કરવામાં આવેલી અરજીનું સ્ટેટસ પણ જાણી શકાશે. ફોર્મ ૬-b  ભરીને ચૂંટણી કાર્ડ સાથે પોતાનું આધાર લીંક કરાવી શકશે. આ ઉપરાંત ૧૯૫૦ હેલ્પલાઇન નંબર પરથી પણ માહિતી મેળવી શકાશે.

संबंधित पोस्ट

પેટલાદના સુણાવ રોડ પર આવેલી આલ્ફા વુડ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ , ત્રણ કલાકની જહેમત બાદ કાબુમાં લેવાઇ

Karnavati 24 News

મોરબીના વાઘપર-ગાળા પાસે માઈનોર કેનાલમાં ગાબડું પડ્યું

Karnavati 24 News

પા-પા-પગલી પ્રોજેકટ : 3 થી 6 વર્ષના બાળકો માટે વરદાન : મનીષાબેન વકીલ

Karnavati 24 News

 જામનગરમાં ઈશુના જન્મ દિવસના વધામણાં કરવા થનગનાટ

Karnavati 24 News

 દાહોદના અનાસ- રાછરડા ખાતે યોજાયુ ભગત સંમેલન યોજાયું

Karnavati 24 News

 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓ બંધ કરવા રજૂઆત કરતા વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી

Karnavati 24 News