Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 દાહોદના અનાસ- રાછરડા ખાતે યોજાયુ ભગત સંમેલન યોજાયું

ગૌરવશાળી સનાતનની પરંપરા આગળ ધપાવવા સૌએ તન,મન,ધન થી સહકાર કરવા જણાવ્યુ હતુ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નડિયાદ વિભાગના સહ કાર્યવાહ વિષ્ણુભાઈ પટેલજીએ વર્તમાન સમયમા હિન્દુ સમાજની સ્થિતિ અને પડકારો સામે કઈ રીતે કામ કરવુ જોઈએ. અને હર એક હિન્દુની સેવા માટે આગળ આવવુ જોઈએ. અને આપણે સંગઠિત રહીશુ,જાગૃત રહીશુ તો દેશ,ધર્મ વિરોધી પ્રવૃતિઓ અટકશે માટે સમયાંતરે ભેગા મળવુ જોઈએ. અને ભજન સત્સંગના માધ્યમથી સમાજ જાગરણ કરવા પર ભાર મુક્યો હતો. આજના આ કાર્યક્રમને સંબોધિત કરતા જનજાતી આગેવાન અજીતદેવ પારગીએ એમની શૈલી મુજબ હિન્દુ વિરોધી પ્રવૃતિમા લાગેલા લોકોને આડે હાથ લિધા હતા. અને ગુરુ ગોવિંદ જેવા સંતોની વાતોને ધારણ કરી માનગડ સ્વાભિમાન જન જન મા જાગૃત કરવા આહ્વાન કર્યું હતુ. અને ધર્મ રાષ્ટ્ર માટે સદાય તન,મન,ધન થી સમર્પિત રહ્યો છે તેવા આદિજાતી સમાજનુ લોભ,લાલચના પ્રલોભનો આપી કંઈ રીતે ધર્માન્તરણ કરાઈ રહ્યુ છે તેની રજુઆત કરી હવે સમાજ જાગી રહ્યો છે અને ધર્માન્તરણ જેવી રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓને હવે હિન્દુ યુવાન સાંખી નહી લે..હિન્દુ ધર્મ સામેના છળકપટ અને ષડયંત્રો સામે હિન્દુ યુવાનોને લડવા માટે મજબુર ન કરો. હિન્દુ જાગે છે તો ૬ ડિસેમ્બર જેવુ શૌર્ય પણ કરી શકે છે. અને હજારો વર્ષના ગુલામીના ચિન્હને ધ્વસ્ત કરી શકે છે. આજે અયોધ્યા કાશી ભવ્યતા ધારણ કરી રહી છે ત્યારે અહીં નો હિન્દુ સમાજ પણ સક્રિય બને અને પોતાના દેશ પોતાના સમાજ બંધુઓની સેવામા આગળ આવે તેમ કહ્યુ હતુ. નરેશભાઈ માવી અને રાજેન્દ્રભાઇ ચોર્યાજીએ આભારવિધિ કરી કાર્યક્રમ પુરો થયો હતો.

संबंधित पोस्ट

લાઠી શહેર માં સંતોક બા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલા દ્વારા અન્ન આરોગ્ય નો અવિરત સેવાયજ્ઞ

Admin

 મહેસાણા જિલ્લા ફરી એકવાર દીપડો દેખવાની ફરિયાદ મળી

Karnavati 24 News

જૂનાગઢમાં સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનુ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

Karnavati 24 News

શહેરના રિંગરોડ સ્થિત સબજેલની જમીન ઉપર પાલિકાના નવા વહીવટી ભવનને રાજ્ય સરકારે મંજૂરીની મ્હોર મારી

Karnavati 24 News

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News

જામનગર શહેરમાં ગુલાબનગર પાસે આવેલા લાલવાડી આવાસ કોલોનીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ મહિલા કોર્પોરેટરની આગેવાનીમાં સ્થાનિક લોકોએ કમિશનર સમક્ષ રજૂઆત કરી

Karnavati 24 News