Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ-વિદેશ

WHOના ચીફ ગુજરાતી બોલતા લોકો થયા પ્રભાવિત, કાઠિયાવાડી લહેકામાં કહ્યુ- કેમ છો, મજામા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મેડિસિનનું ઉદ્દઘાટન કર્યુ હતુ. આ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિદ જગન્નાથ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડિરેક્ટર ડૉક્ટર ટ્રેડોસ ઘેબ્રેયસસ પણ મંચ પણ ઉપસ્થિત રહ્યા હતા.WHOના ડિરેક્ટરે ત્યા હાજર લોકોનું ગુજરાતીમાં સ્વાગત કર્યુ હતુ જેને સાંભળીને પીએમ મોદી પણ હસતા જોવા મળ્યા હતા.

WHOના ડિરેક્ટરે લોકોનું સ્વાગત કરતા ગુજરાતીમાં કહ્યુ, કેમ છો, મજામાં. આ સાંભળીને ત્યા હાજર લોકોએ તાળીઓથી તેમણે વધાવી લીધા હતા.

PM નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને નવીનતા સમિટ 2022નું ઉદ્ઘાટન કર્યું છે.સમિટના ઉદ્ઘાટન સમારોહમાં મોરેશિયસના PM પ્રવિંદ જગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આયુષના કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને રાજ્ય મંત્રી ડો. મુંજપરા મહેન્દ્રભાઈ કાળુભાઈ ઉપસ્થિત રહ્યા હતા.ત્રણ દિવસીય સમિટ દેશના મુખ્ય નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને અન્ય રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય હિસ્સેદારોને નવીનતા પર વિચારણા કરવા અને ભારતને ઉદ્યોગ સાહસિકતા માટે વૈશ્વિક આયુષ સ્થળ બનાવવા માટે એકસાથે લાવશે.

संबंधित पोस्ट

ચીન પછી હવે અમેરિકાએ બનાવ્યો ‘નકલી સૂર્ય’, શું ખતમ થઈ જશે ઉર્જા સંકટ?

Admin

રશિયા-યુક્રેન યુદ્ધના અપડેટ્સ: એઝોવના સમુદ્રમાં માર્યુપોલ સ્ટીલ પ્લાન્ટમાંથી ખતરનાક કેમિકલ લીક થઈ રહ્યું છે

Karnavati 24 News

ચીનને બિડેનની ચેતવણીઃ કહ્યું- જો ચીન તાઈવાન પર હુમલો કરે તો અમેરિકી સૈન્ય કાર્યવાહી માટે તૈયાર રહો

Karnavati 24 News

કેનેડાએ સેનામાં ભરતીના નિયમોમાં કર્યો ફેરફાર, ભારતીય મૂળના સ્થાયી નાગરિકોને પણ મળશે તક

Admin

ચીનમાં ભૂકંપઃ ચીનના કિંઘાઈ પ્રાંતમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

Karnavati 24 News

હે રામ !! આ વ્યક્તિને છૂટાછેડા લેવા મોંઘા, 8000 વર્ષ સુધી કેદમાં રહેવું પડશે

Karnavati 24 News