Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

ક્યાંક તમે તો ખોટી રીતે કન્ડિશનર કરતા નથી ને? જાણો સાચી રીત, નહિં તો વાળ ખરવા લાગશે

તમે વાળમાં કન્ડિશનર કરો છો? વાળમાં કન્ડિશનર કરવાથી વાળને અનેક ફાયદો થાય છે. જો કે આ કન્ડિશનર કરવાની સાચી રીત વિશે અનેક લોકો અજાણ છે. ઘણાં લોકો કન્ડિશનર કરવા ખાતર જ કરતા હોય છે. જો તમે પણ કંઇક આવું જ કરી રહ્યા છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. જો તમે કન્ડિશનર પ્રોપર રીતે કરતા નથી તો તમારા વાળને અનેક ઘણું નુકસાન થાય છે. આમ, જ્યારે તમે શેમ્પુ કર્યા પછી કન્ડિશનર કરો છો તો તમારા વાળ સિલ્કી અને શાઇની થાય છે. આ માટે હેર વોશ કર્યા પછી કન્ડિશનર કરવું ખૂબ જ જરૂરી છે. તો જાણો તમે પણ કન્ડિશનર કરવાની સાચી રીત…

  • ગરમી હોય કે ઠંડી…અઠવાડિયામાં બેથી ત્રણ વાર તમારા હેર વોશ કરો. જો તમે અઠવાડિયામાં એક વાર હેર વોશ કરો છો તો તમારા વાળને અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે બેથી ત્રણ વાર હેર વોશ કરવાની આદત પાડો.
  • કોઇ પણ સારા શેમ્પુથી પહેલા હેર વોશ કરી લો.
  • હેર વોશ કર્યા પછી એક સેકન્ડ પછી કન્ડિશનરનો ઉપયોગ કરો.
  • આ માટે તમે કોઇ સારી કંપનીનું કન્ડિશનર લો.
  • ત્યારબાદ આ કન્ડિશનરને હથેળીમાં લો. કન્ડિશનર લેતા પહેલા ખાસ ધ્યાન રાખો કે તમે તમારા વાળની લંબાઇ પ્રમાણે લો જેથી કરીને વધારે અને ઓછુ ના પડે.
  • ત્યારબાદ વાળને બે ભાગમાં કરી લો અને પછી મિડ લેન્થથી નીચે સુધી લગાવો.
  • કન્ડિનર કરતી વખતે તમારે હાથથી બહુ ભાર આપવાનો નથી. જો તમે બહુ વજનથી કરશો તો તમારા વાળ ડેમેજ થવા લાગશે.
  • હવે કાંસકાની મદદથી કન્ડિશનરને વાળમાં ફેલાવી દો.
  • હવે એકથી બે મિનિટ સુધી કન્ડિશનર રહેવા દો અને પછી હેર વોશ કરી લો.
  • હેર વોશ કર્યા પછી ટુવાલની મદદથી હળવા હાથે વાળને કોરા કરો.

संबंधित पोस्ट

જો તમારે આખો દિવસ ઉર્જાવાન રહેવું હોય તો Oreo કોફી મિલ્કશેક પીવો

Admin

ક્રેસંટ, ઘોઘાસર્કલ, રૂપાણી, વડવા પાદરદેવકી સહિતના અનેક વિસ્તારોમાં ગણેશ ઉત્સવ સંદર્ભે તડામાર તૈયારીઓ

Karnavati 24 News

રાત્રે સૂતી વખતે પીવો આ 2 ડ્રિંક્સ, તમને જિમ ગયા વગર જ મળશે ફ્લેટ ટમી.

Karnavati 24 News

જાણો ભારત દેશની અંદર નેત્રદાન કેટલું થઈ રહ્યું છે, કેટલા લોકો કોર્નિયાની બીમારીનો સામનો કરી રહ્યા છે

Karnavati 24 News

સતત લેપટોપ સામે બેસીને ડોક અને પીઠ રમણ ભમણ થાય છે? તો અપનાવો આ ઉપાય…

Karnavati 24 News

અરવલ્લી જીલ્લામાં રક્ષાબંધનની શ્રધ્ધાભેર ઉજવણી : નારિયેળી પૂનમે પૂજા-અર્ચના સાથે બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલી

Karnavati 24 News
Translate »