Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
बिज़नेसબિઝનેસ

ડીઝલ અને કેરોસીન ના ભાવ ખટાડવા ની માછીમારો ની માંગ

  • માચ્છીમારી ના હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતા ડીજલ તથા કેરોશીન ની કિમતમાં ૧૮.૧૫ રૂપિયા અને કેરોશીનમાં આશરે ૨૦ રૂપિયાનો વધારો થયેલ

છેલ્લા બે વર્ષ કોરોના મહામારી ના કારણે ભારે મંદી માં માચ્છીમારો ને પોતાના પરિવારોના નિર્વાહ કરવો મુશ્કેલ થઇ રહ્યો છે.માછલી ની આવક સામે ડિજલ તથા કેરોશીન ખર્ચ નો ભારે વધારો હોવાથી મચ્છીમારોને પરવડે તેમ નથી
તેના ભાવમાં ભાવમાં ઘટાડો કરવા બાબત સુત્રાપાડા બંદરના તમામ પટેલો,બંદરના સરપંચ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના ઉપ પ્રમુખ દ્વારા સુત્રાપાડા મામલતદાર ધાનાણી સાહેબ મારફત પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ને આવેદન આપવામાં આવ્યું.
જેમાં જણાવ્યુ કે સમુન્દ્ર માચ્છીમારી યાંત્રિક બોટોમાં સંપૂર્ણ પણે ડીજલનો ઉપયોગ કરવામાં આવે છે.૨૦ દિવસની ફીશિંગ ટ્રીપ દરમિયાન અંદાજે રૂ.૪.૦૦.૦૦૦/નો ખર્ચ આવે છે.જેમાં ૮૦ થી ૮૫ ટકા ખર્ચ ડિજલ ખરીદી ઉપર કરવામાં આવે છે.એજ રીતે કેરોશીનથી ચાલતી હોડીઓ માં પણ આશરે રૂ.૩૦.૦૦૦/ નો ખર્ચ થાય છે.જેમાં ૭૫ ટકા ખર્ચ માત્ર કેરોશીન તથા પેટ્રોલમો થાઈ છે.દરિયામાં પોલ્યુશન અને બીજા અનેક કારણોથી માછલીનો જથ્થો ઘટી રહ્યો છે.જેની સાથે માચ્છીમારો ને ખર્ચમાં ઉતરાંતર વધારો થઇ રહ્યો છે.છેલ્લા વર્ષમાં ડિજલ અને કેરોશીનની કિમતોમાં થયેલ ભાવ વધારાના કારણે માચ્છીમારી ધંધા ભાંગી રહ્યો છે.છેલ્લા બે વર્ષ કોરોના મહામારી ના કારણે ભારે મંદી માં માચ્છીમારો ને પોતાના પરિવારોના નિર્વાહ કરવો મુશ્કેલ થઇ રહ્યો છે.માછલી ની આવક સામે ડિજલ તથા કેરોશીન ખર્ચ નો ભારે વધારો હોવાથી મચ્છીમારોને પરવડે તેમ નથી જેથી અનેક માચ્છીમારો એ તેમના આજીવીકા સમાન એક માત્ર સાધન જેવી ફીશિંગ બોટ/હોડીઓ ફરજિયાત પણે બંધ રાખવાથી અનેક મચ્છીમાર પરિવારો બેકાર-બેહાલ થઈ ગયા છે.માટે દેશ ને કરોડો રૂપિયાનું વિદેશી હુડિયામણ કમાવી આપતા માચ્છીમારી ધંધાને ટકાવી રાખવા માચ્છીમારી હેતુ માટે ઉપયોગમાં લેવાતા ડીજલ ઉપરના ભાવ બાધણુ કરવા કેન્દ્ર સરકાર દ્વારા ખાસ નીતી બનાવી તાત્કાલિક આ ભાવ વધારો પાછો ખેચી માચ્છીમારો ને પરવડી શકે તે પ્રમાણે ડિજલ અને કેરોશીનમાં વેટ/ટેક્સ વિશેષ છુટ આપવામાં આવે એવિ માંગ કરેલ.

संबंधित पोस्ट

LIC IPO પહેલા ચિંતાના સમાચાર: પ્રીમિયમની આવકમાં 20%નો ઘટાડો

Karnavati 24 News

આ સરકારી યોજના બેંક FD કરતા છે વધુ ફાયદાકારક, વધુ રિટર્નની સાથે મળે છે ટેક્સ કપાતનો બેનિફિટ

Admin

FD से ज्यादा ब्याज पर किसान विकास पत्र योजना में करें निवेश, यहां जानिए इससे जुड़ी खास बातें

Karnavati 24 News

अक्षय तृतीया आज: दो साल बाद अक्षय तृतीया की होगी वापसी, 15 हजार करोड़ का सोना बिकने का अनुमान

आईटी क्षेत्र में नौकरी छोड़ने की दर अपने चरम को छू चुकी है : नैसकॉम

Karnavati 24 News

પાકિસ્તાનના હાલ બેહાલ, ટામેટા 500 રૂપિયા કિલો તો ડુંગળીની કિંમત 400 રૂપિયાને પાર

Karnavati 24 News