હર્ષ સંઘવીના નેતૃત્વમાં ખેલ મહાકુંભનો સમગ્ર કાર્યક્રમ ગોઠવાયો છે જ્યારે આ પ્રકારની ઇવેન્ટ હોય ત્યારે એ નરેન્દ્ર મોદીની હોય કે રાજ્ય સરકારની કે અન્ય વિવિધ પ્રકારની ઇવેન્ટ હોય તેમનું આયોજન મોટું હોય છે આ પ્રકારનું આયોજન સ્ટેડિયમમાં અત્યારે જોવા મળી રહ્યું છે ખેલાડીઓનો ઉત્સાહ આ પ્રકારના કાર્યક્રમથી વધતો હોય છે.
સ્ટેડિયમ ની અંદર હર્ષ સંઘવી ખેલાડીઓને એક પછી એક રૂબરૂ મળીને તેમનો ઉત્સાહ વધારી રહ્યા છે તેવા ખેલાડીઓ સાથે રમી રહ્યા છે તો કેટલાક રાજકીય ફેન્સ કે જેઓ તેમની સાથે સેલ્ફી પણ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ રાજ્યોનો પ્રવાસ કરી ચૂક્યા છે અને અનેક જનમેદની રેલીઓને સંબોધિત કરી રહ્યા હતા તે છતાં પણ તેમના ચહેરા પર ઉત્સાહ અને તાજગી જોવા મળી રહી છે.
જે ભૂમિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલે કે ગુજરાતની ભૂમિ પર તેઓ આવતા વધુ ઉત્સાહિત થયા છે એક સમયે ભારતીય જનતા પક્ષના જ કાર્યકર્તા તરીકે વડાપ્રધાન કામ કરી રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી ને આજે વડાપ્રધાન, એક કાર્યકર્તામાંથી બન્યા છે. તેઓ જાતે કોનવો રોકીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે એરપોર્ટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડફનાળા થી આગળ પણ લોકોનું અભિવાદન ઝીલી સ્ટેડિયમ નજીક પહોંચ્યા છે.