Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

ગુજરાત સરકારના સર્વાંગી વિકાસલક્ષી બજેટ ને આવકારી અભિનંદન પાઠવતા : શ્રી ભૂપતભાઈ બોદર

વિકાસની નવી ઉંચાઈઓ સ્થાપિત કરતું રાજ્ય સરકારનું સર્વ સમાવેશક અને જનલક્ષી બજેટ લોકોની આશા અને આકાંક્ષા પૂર્ણ કરશે. ******( કેન્દ્ર સરકાર ની સાથોસાથ રાજ્ય ની ભાજપ સરકારે પણ ‘ખેડૂત સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ’ ને સાકાર કરતા અનેક ખેડૂતલક્ષી યોજનાઓની જાહેરાત ******** ગ્રામ પંચાયતોમાં માળખાગત સુવિધાઓનો વિકાસ કરી, ગ્રામજનોનું જીવનધોરણ ઊંચું લાવવા ભાજપ સરકાર કટિબદ્ધ ગુજરાત દેશ નું ગ્રોથ એન્જીન બની રહેશે : શ્રી ભૂપતભાઈ બોદર કૃષિ વિકાસ, આરોગ્ય સેવા, યુવા રોજગાર, મહિલા સશક્તિકરણ તેમજ ગરીબ અને મધ્યમ વર્ગની આર્થિક-સામાજીક સુખાકારીને પ્રાધાન્ય આપતું જનહિતલક્ષી બજેટ: શ્રી ભૂપતભાઈ બોદર રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર એ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ વાળી ભાજપ સરકાર ના નાણામંત્રીશ્રી કનુભાઈ દેશાઈ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ ના ૨.૪૩.૯૬૫. કરોડ ના પુરાંતવાળા બજેટ ના આવકારતા જણાવ્યું હતું કે આઝાદી ના અમૃત મહોત્સવ થાકી માન. શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ માં અને પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શન માં ગુજરાત ‘સૌના સાથ અને સૌના વિકાસ’ ના ધ્યેય સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે આત્મનિર્ભર ગુજરાત થી આત્મનિર્ભર ભારત બનવાના ભગીરથ કાર્ય ના ભાગરૂપે આ બજેટ રજુ કરવામાં આવ્યું છે. રાજ્ય નો સર્વસ્પર્શી અને સર્વગ્રાહી વિકાસ થાય તે દિશા માં કદમ ભરવામાં આવ્યા છે તેમજ રાજ્યની ભાજપ સરકાર દ્વારા તમામ ક્ષેત્રો અને વર્ગોની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખી આત્મનિર્ભર ગુજરાત ને સાર્થક કરતું સર્વ સમાવેશક અને જન લક્ષી બજેટ રજૂ કરવામાં આવેલ છે ત્યારે કેન્દ્ર સરકાર ની સાથોસાથ રાજ્ય ની ભાજપ સરકારે પણ ‘ખેડૂત સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ’ ને સાકાર કરતા અને ખેડૂતલક્ષી યોજના ઓ માટે માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે આ બજેટ માં ખેડૂતોને વીજળી માટે ૮૦૦૦ કરોડની સબસીડીની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૪ લાખ આવાસ બનાવવામાં આવશે, પાક કૃષિ વિવિધતા માટે ૨૩૦ કરોડ જોગવાઈ, કૃષિ યાંત્રિક મશીનરી માટે ૨૬૦ કરોડ જોગવાઈ, નર્મદા માટે ૬૦૯૦ કરોડ જોગવાઈ, ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના માટે ૮૧ કરોડ જોગવાઈ, એગ્રો પ્રોસેસિંગ ફ્રુડ યોજના માટે ૧૦૦ કરોડ જોગવાઈ, ૩૦૦ કરોડના ખર્ચે મોટા ચેક ડેમ બનાવવામાં આવશે., ખેડૂતો ને રવિ તથા ઉનાળુ પાક માટે સહાય, કૃષિ સંશોધન માટે ૫૭૫ કરોડ જોગવાઈ કરવામાં આવી છે, કૃષિ ક્ષેત્ર માટે ૭૭૩૭ કરોડ જોગવાઈ. ગૌ માતા ના પોષણ ની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ બજેટ માં સરકાર તરફથી કોઈ નવા કરવેરા લગાવ્યા નથી. સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે ૭૧૦ કરોડની જોગવાઈ. આ ઉપરાંત રાજ્યમાં સિંચાઈ સુવિધાના આયોજન માટે ૪,૩૫૯ કરોડની યોજનાને મજુરી, પંચાયત અને ગ્રામ વિભાગ માટે ૯૦૪૮ કરોડ પંચાયત અને ગ્રામ વિકાસ માટે ફાળવણી, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ૯૦૪૮ કરોડની જોગવાઇ, તેમજ દરેક ગામમાં માળખાકીય સુવિધાઓનો વિકાસ કરી આરોગ્ય અને સુખાકારીના ક્ષેત્રે વધારે પ્રગતિ થાય તે સરકારનો સંકલ્પ છે. ગ્રામ અસ્મિતાની જાળવણી થાય તેમજ નવતર સગવડો ઉત્તરોત્તર વિકાસ પામે તે જ અમારી લોકાભિમુખ સરકારનો મૂળમંત્ર છે. ગામોને ઇન્‍ટરનેટ અને મોબાઇલ કનેક્ટિવિટી પૂરી પાડી ડિજિટલ ડીવાઇડ ઘટાડવા માટે ભારતનેટ યોજના અંતર્ગત કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. ગ્રામ્ય કક્ષાએ વધુ સારી કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી ૧૦૮ એમ્બ્યુલન્‍સ સેવા, ડિજિટલ પોર્ટલના માધ્યમથી ઉપલબ્ધ કરાવેલ સરકારી યોજનાકીય લાભો, ઓનલાઇન બેન્‍કીંગ સેવા, ઓનલાઇન શિક્ષણ જેવી તમામ સેવાઓ ગામ લોકોને હાથવગી ઉપલબ્ધ કરાવવા ફ્રી વાઇ-ફાઇની સુવિધા પૂરી પાડવામાં આવશે. તેમજ આ બજેટ માં ૧૫મા નાણાંપંચ હેઠળ પંચાયતોને માળખાકીય સગવડો માટે ૧૫ હજાર ૬૫૦ કરોડ મળનાર છે. તે પૈકી આગામી વર્ષ માટેની જોગવાઇ ૨૪૪૬ કરોડ ફાળવ્યા છે, ગ્રામ પંચાયતોમાં માળખાગત સુવિધાઓનો વિકાસ કરી, ગ્રામજનોનું જીવનધોરણ ઊંચું લાવવા, જાહેર ગ્રંથાલયો બનાવવાં, ગામલોકોના સ્વાસ્થ્યના સુધારા માટે કસરતના સાધનો પૂરા પાડવા, સ્મૃતિ સ્મારકોનું રિપેરીંગ કરવા, ગામનું ગેઝેટીયર બનાવવા, ગ્રામ પંચાયત કચેરી પર સોલર રૂફ ટોપ લગાડવા જેવી બાબતોનો સમાવેશ કરતી મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના શરૂ કરવામાં આવશે., ઇ-ગ્રામ સેન્‍ટરની સગવડોને વધારે સઘન તેમજ સુદૃઢ બનાવી ૨૦૦ જેટલી સેવાઓ પૂરી પાડવા જોગવાઇ ૩૫ કરોડ. રાજ્યનાં બધા ગામોમાં તબક્કાવાર વિનામૂલ્યે વાઇ-ફાઇ સેવા કરવાની યોજનાના પ્રથમ તબક્કામાં અંદાજે ૪ હજાર ગામોમાં વિનામૂલ્યે વાઇ-ફાઇની સગવડ પૂરી પાડવા જોગવાઇ ૭૧ કરોડ. આઠ શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારમાં આવેલ ગ્રામ પંચાયતોમાં ઘન કચરાના નિકાલની વ્યવસ્થા ઊભી કરવા જોગવાઇ ૭૫ કરોડ. રસીકરણ, જન્મ મરણ નોંધણી, નળ કનેક્શન, મહિલા અને બાળકોમાં પોષણ જેવા માપદંડોને આધારે સ્માર્ટ વિલેજ જાહેર કરી તેમને પ્રોત્સાહન આપવા માટે ૨ કરોડ. જોગવાઇ, પંચાયત વિભાગના વહીવટી માળખાને સુદૃઢ કરવાના ભાગરૂપે ૧૩ હજાર જેટલી જગ્યાઓ ભરવા માટે ભરતીની પ્રક્રિયા હાલ પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત વિસ્તારમાં લોકોના જીવનધોરણમાં સુધારો કરવા, રોજગારી, કૌશલ્ય વિકાસ અને માળખાકીય સુવિધાઓ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં છે. જેમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના–ગ્રામીણ, સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન અને સાંસદ આદર્શ ગ્રામ યોજનાનો સમાવેશ થાય છે. ૨૦૨૪ સુધીમાં સૌને આવાસના ઉદ્દેશને પરિપૂર્ણ કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ, આવતા બે વર્ષમાં ૪ લાખ જેટલા નવા આવાસો બનાવવાના ભગીરથ પ્રયાસો સરકારે આદર્યા છે. આ યોજના માટે જોગવાઇ ૯૩૩ કરોડ. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના અંતર્ગત જોગવાઇ ૯૦૦ કરોડ. આંગણવાડી, શાળાના ઓરડા, મધ્યાહન ભોજન શેડ, વન-નર્સરી, સામુદાયિક કૂવા, કેટલ શેડ વગેરે લોકોપયોગી અસ્ક્યામતો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજનાના જોડાણથી ઊભી કરવા મટીરિયલ કમ્પોનન્‍ટ માટે જોગવાઇ ૫૦૦ કરોડ. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ સફાઇનાં ધોરણ સુધારવા માટે જોગવાઇ ૪૬૭ કરોડ. આ ઉપરાંત ગ્રામ્યસ્તરે પાયાની સેવાઓ અને આર્થિક ઉન્નતિને પ્રોત્સાહન આપવા શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન હેઠળ જોગવાઇ ૯૧ કરોડ. નવા મંજૂર થયેલ આવાસની સાથે બાથરૂમ સુવિધા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત જોગવાઇ માટે ૩૮ કરોડ. આમ આ બજેટ માં ખેડૂતો ની આવક માં ઉતરોઉતર વધારો થાય અને ખેતી વધારે પોષણક્ષમ બને તે માટે સરકારે અનેકવિધ પગલાઓ લીધા છે. ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે તે માટે પ્રાકતિક ખેતી ને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેમજ આ બજેટ માં છેવાડા માં માનવી ની આશા અને આકાંક્ષાઓ પરિપૂર્ણ થાય તે દિશા માં અનેક પગલાઓ ભરવામાં આવ્યા છે તેમ અંત માં ગુજરાત સરકાર ના આ બજેટ ને આવકારી અભિનંદન પાઠવતા રાજકોટ જીલ્લા પંચાયત ના પ્રમુખ ભુપતભાઈ બોદર એ જણાવેલ હતું.

संबंधित पोस्ट

दिल्ली आबकारी नीति मामला: आज पूछताछ से पहले केजरीवाल ने कहा, ‘सीबीआई किसी को भी जेल भेज सकती है’

Admin

महात्मा गाँधी का जीवन हम सबके लिए प्रेरणादायक है : अखिलेश यादव

लखनऊ: अखिलेश से मुलाकात के बाद धर्म सम्बन्धी सवाल टाल गए स्वामी प्रसाद मौर्या

Admin

पीएम नरेन्द्र मोदी ने कर्नाटक की जनता को दिया यह संदेश 

ઈમરાનની ધરપકડ કરવા માટે પોલીસે પહોંચી તેના નિવાસસ્થાને, જાણો શું મામલો

Karnavati 24 News

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના સિંચાઈના પ્રશ્નો બાબતે બેઠક યોજાઈ

Admin