Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
જન્માક્ષર

શિવરાત્રીના પાવન પર્વે આસ્થાના પ્રતીક એવા ગલતેશ્વર મહાદેવના કરો દર્શન,સુરતના ટીમ્બા ગામે બિરાજમાન છે ગલતેશ્વર મહાદેવ,અહીં નદીમાં સ્નાન કરવાથી કૃસ્ત રોગ માંથી મળે છે મુક્તિ.!

શિવરાત્રી નો પાવન પર્વ આવી રહ્યો છે ત્યારે આજે અમે તમને દર્શન કરાવીશું 400 વર્ષ પૌરાણિક શિવાલય ના..જી હા સુરત જિલ્લા ના કામરેજ તાલુકા ના ટીમ્બા ગામે આવેલું છે 400 વર્ષ જૂનું શિવ મંદિર.. આ મંદિરગળતેશ્વરધામ તરીકે પ્રચલિત છે આ મંદિર પર ભક્તો ભરપૂર આસ્થા ધરાવે છે જેને લઈ આમંદિરે દૂર દૂર થી શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવે છે, મંદિર ભક્તો થી ઉભરાઈલું જ રહે છે,દરરોજ આગળતેશ્વરમંદિર ખાતે ભક્તો નું ઘોડાપુર ઉમટે છે અને મંદિર ભક્તો ના હરહરમહાદેવના નાદ થી ગુંજી ઉઠે છે.કામરેજ ના ટીમ્બા ગામે બિરાજમાનગળતેશ્વરમહાદેવમંદિર નો શુ છે ઇતિહાસ?? જાણીએ અમારા ખાસ અહેવાલમાં.. – ટીમ્બા ગામે બિરાજમાન ગલતેશ્વર મહાદેવનો શુ છે ઇતિહાસ? તાપી નદી ના કિનારે દેખાતું આ અદભૂત દ્રશ્ય સુરત જીલ્લા ના કામરેજ તાલુકા ના ટીંબા ગામ ની સીમાં આવેલા ગલતેશ્વરમહાદેવમંદિરનું છે.૪૦૦ વર્ષ પોરણું ગલતેશ્વર મંદિર માં સ્વયંભુ પ્રગટ થયું છે શિવલિંગ શ્રાવણ ના પવિત્ર માસે અને દર સોમ વારેઅહી ભક્તો નું ઘોડાપુર ઉમટે છે અને ભગવાન શિવ ની આરાધના ના ભક્તો શિવમય બની ધન્યતા અનુભવે છે ગલતેશ્વરમહાદેવનો ઈતિહાસ એવો છે કે ભગીરથ રાજા એ પોતાના પૂર્વજો ના ઉદ્ધાર માટે ગંગાજી ને પ્રસ્સન કર્યા હતા અને પૃથ્વી પર પધારવા પ્રાથના કરી હતી પરંતુ સૂર્ય પુત્રી તાપી માતાનો પ્રભાવ જોઈ ગંગાજી એ પૃથ્વી પર પધારવાની ના પાડી ત્યારે સંકર ભગવાને નારદજી ને તાપી માતા નું માહાત્મીય (પવિત્રતા) હરિ લાવવા માટે પૃથ્વી પર મોકલ્યા નારદજી એ પૃથ્વી પર આવી તપ અને પ્રાથના કરી તાપી માતા ને પ્રસ્સન કર્યા. તાપી માતાએ પ્રસ્સન થઇ નારદજી ને વરદાન માંગવા કહ્યું ત્યારે વરદાન રૂપે નારદજીએ તાપી માતા નો માહાત્મીય માંગ્યો . તાપી માતા એ નારદજી ને વરદાન સ્વરૂપે પોતાનું મહાત્મા તો આપ્યું પરંતુ વરદાન મળતા ની સાથે જ નારદજી ભયભીત થઇ ગયા અને શરીર પર સફેદ ડાઘ એટલે કે કૃસ્ત રોગ થયો નારદજી પોતાના પિતા ભ્રમ્હા જી પાસે એજ અવદશા માં ગયા પણ ભ્રમ્હાજી એ નીશ્ચેય બાળક ને મોઢું જોવાની પણ ના પાડી દીધી અને સમાધિ માં લીન થઇ ગયા નારદજી મનોમંથન પછી સંકર ભગવાન પાસે ગયા અને હકીકત જણાવી શ્રી ભોળા નાથે નારદજી ને ફરીથી તપ કરવા જણાવ્યું અને કહ્યું તાપી માતા દયાળુ છે એટલે અવસ્ય પ્રસન્ન થશે એટલે નારદજી તાપી તટે ગંગાજી નું તપકરી ગંગા મૈયા ને આહ્વાન આપે છે અને નારદજી ના તપ ના પ્રભાવ થી ગંગાજી પ્રગટ થાય છે નારદજી અને ગંગાજી ના પ્રભાવે તાપી માતા પ્રસન્ન થાય છે નારદજી પણ રોગ મુક્ત થાય છે ત્યારે રોગ મુક્ત થતા હર્ષ નું જે બિંદુ પડે છે તેનું બાણ બને છે ત્યાં ગલતેશ્વરમહાદેવનું સ્થાપન કરવા માં આવે છે. – આ મંદિરનો નાસિકના ત્વંબકેશ્વર મંદિર જેટલો જ છે મહિમા.કામરેજ તાલુકા ના ટીંબા ગામે આવેલું અતિ પોરાણિક ગલતેશ્વરમહાદેવમંદિર એક તીર્થ સ્થાન છે જ્યાં ત્રિવેણી નદી નારદી ગંગા,ગોમતી ગંગા,અને સૂર્ય પુત્રી તાપી માતા નો સંગમ છે એટલે જ આ તીર્થ સ્થાન નું મહત્વ પ્રયાગરાજ નાશિક ત્યમબ્કેશ્વર જેટલુંજ માનવા માં આવે છે જેનો ઉલ્લેખ તાપી પુરાણ માં પણ જોવા મળે છે કહેવાઈ છે કે અહી કૃસ્ત (કોઢ) રોગ ના ભોગ બનેલા ભક્તો પણ મોટી સંખ્યા માં આવે છે અને આ ત્રિવેણી નદી માં શ્રદ્ધા પૂર્વક સ્નાન કરે છેભગવાન ગલતેશ્વરમહાદેવના દર્શન કરી જે મનુષ્ય પ્રાથના અને ભક્તિ કરે છે તે ભક્ત ફરીવાર ગર્ભવાસ માં આવતો નથી અને જન્મ જન્માંતર ના ફેરા થી મુક્ત બની મોક્ષ પ્રાપ્ત કરે છે સાથે જ જે ભક્ત કૃસ્ત રોગ નો ભોગ બન્યો હોઈ તો નદી માં સ્નાન કરવા થી કૃસ્ત રોગ થી મુક્તિ પણ પામે છે,મહાસુદ પૂનમ ના દિવસે નારદજી એ પૂર્ણ મનોબળ પ્રાપ્ત કર્યું હતું અને તેથી જ મહાસુદ પૂનમ ને દિવસે તાપી નદી માં સ્નાન કરનાર ભક્તો મહા પુણ્ય અર્જિત કરે છે જ્યાં ગંગાજી અને તાપી માતા નું સંગમ થયું ત્યાં યોગ અને મોક્ષ આપનાર ગલતેશ્વર નામ ધારી સંકર ભગવાન પોતેજ બિરાજમાન છે આ પવિત્ર સંગમ પર તૃષા થી પીડિત મનુષ્ય એક ઘુટળો જલપાન કરે તો પાપો ના ધ્યેય સાથે સૂર્યલોક માં પ્રયાણ કરે છે.- અહીં ત્રિવેણી નદીનો સંગમ હોવાથી ભક્તો પિતૃદોષની વિધિ કરવા માટે પણ આવે છે.કામરેજ ના ટીંબા ગામે આવેલા ગલતેશ્વરમહાદેવના મંદિરે શ્રાવણ માસ માં ભક્તો નું ઘોડાપુર ઉમટે છે.તાપી નદી ના કિનારે રમણીય વાતાવણ માં આવેલા આ મંદિરે ભક્તો ના મન ને શાંતિ પણ મળે છે જેને લઇ મોટી સંખ્યા ભક્તો અહી આવે આવે છે અને મંદિર માં બિરાજમાન ગલતેશ્વરમહાદેવની આરાધના માં લીન થઇ જાય છે.એવું પણ કહેવાઈ છે ગલતેશ્વરમહાદેવના દર્શન કરવાથી ભક્તો ની જે મનોકામના હોઈ છે તે પણ અહી પૂર્ણ થાય છે.જેથી જ આ મંદિર ભક્તો માટે આસ્થા નું કેન્દ્ર બન્યું છે. ગલતેશ્વરમહાદેવમંદિર ના તાપી નદી ના તટ પર ત્રિવેણી નદી નો સંગમ હોવાથી અહીંપિતૃ દોષ ની પુંજા પણ ભક્તો કરાવે છે.- મંદિર પરિસરમાં ૬૫ ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા છે આકર્ષણનું કેન્દ્ર. ગ્રામજનો ધ્વારા ગલતેશ્વર મહાદેવ મંદિર નું નવીનીકરણ કરવામાં આવ્યું જેમાં ગામજનો ના સહ ભંડોળે મંદિર ના પરિષદ માં ૬૫ ફૂટ ઉચી શિવજી ની પ્રતિમા મુકવા આવી છે જે પ્રતિમા ની અંદર ભારત ના ૧૨ જ્યોતીલીંગ સાથે સ્ફટિક અને અમરનાથ નું શિવલિંગ આબેહુબ બનાવવા માં આવ્યા છે.ત્યારે શ્રાવણ ના પવિત્ર માસે ભક્તો ભારત ના ૧૨ જ્યોતિલિંગ ના દર્શન અહી કરે છે અને ભક્તો ભારત ના ૧૨ જ્યોતિલિંગ ના દર્શન કર્યા હોવાની અનુભૂતિ પણ અહી કરે છે.ત્યારે ૧૨ જ્યોતીલીગ ના દર્શન કરવા માટે દુર દુર થી ભક્તો અહી ઉમટે છે. -મંદિર ટ્રસ્ટ દ્વારા દરરોજ ભક્તો માટે વિના મૂલ્યે ચાલે છે ભંડારો. મંદિર ના ટ્રસ્ટ ધ્વારા ભક્તો માટે ઘણી સેવાઓ અહી પૂરી પાડવા માં આવે છે.દરરોજ ભક્તો માટે ભંડારો ચાલે છે જેમાં ભક્તો વિના મુલ્યે ભોજન નો લાભ લે છે સાથે જ સીનીયર સીટીઝન અથવા વિકલાંગ ભક્તો માટે પણ અહી વિલ ચેર ની સેવાઓ પૂરી પાડવા માં આવે છે જેથી ભક્તો શાંતિ પૂર્વક દર્શન કરી સકે મંદિર ની બિલકુલ બાજુ માં ૧૯ ગામો ની સ્મસાન ભૂમિ આવેલી છે આ ટ્રસ્ટ ધ્વારા આદિવાસી લોકો ને વિના મુલ્યે અગ્નિ સંસ્કાર કરવા ની સેવા પૂરી પડી રહી છે.- મંદિર ઉપર ભક્તોની ભરપૂર આસ્થા. ટીંબા ગામે આવેલા ગલતેશ્વર મહાદેવ મંદિર ઉપર ભક્તો ભરપુર વિશ્વાસ ધરાવે છે.જેથી આ મંદિરે ભક્તો ની ભારે ભીડ જોવા મળે છે.શ્રાવણ માસ માં આ મંદિર શિવ ભક્તો થી ઉભરાયેલું રહે છે.વળી એવું પણ કહેવાઈ છે કે મંદિર માં બિરાજમાન ગલતેશ્વર મહાદેવ ના આશીર્વાદ થી ટીંબા ગામ ના લોકો પણ આજે સુખી સંપન્ન છે. ત્યારે ટીંબા ના ગ્રામજનો પણ આ મંદિર પર ભરપુર આસ્થા ધરાવે છે

संबंधित पोस्ट

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

દેવોત્થની એકાદશી, જાણો શા માટે દેવતાઓ સૂઈ ગયા હતા, જાણો પ્રખ્યાત વાસ્તુશાસ્ત્રી ડૉ સુમિત્રા અગ્રવાલ જી પાસેથી

Karnavati 24 News

સ્વર્ગમાંથી બનીને આવે છે આ 2 નામવાળા લોકોની જોડી, જાણો એક ક્લીક પર…

Karnavati 24 News

राशिफल 31 जुलाई: इन 5 राशि वालों के बनेंगे अटके हुए काम, सुधरेगी आर्थिक स्थिति

Admin

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મેષ 21 જાન્યુઆરી: રોકાણ માટે સમય ખૂબ જ સાનુકૂળ છે, કાર્યક્ષેત્રમાં અટકેલા કામ હવે વેગ પકડશે.

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, કુંભ 25 ડિસેમ્બર: મહિલાઓ માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે, મહત્વપૂર્ણ સિદ્ધિઓ તમારી રાહ જોઈ રહી છે.

Karnavati 24 News
Translate »