Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

આ રીતે ગંદા બાથરૂમને માત્ર 5 મિનિટમાં ચમકાવી દો, નહિં પડે બહુ મહેનત પણ

ઘરના બાથરૂમની ટાઇલ્સ ગંદી થઇ જાય એટલે આપણને અનેક ઘણી ગંદકી લાગે છે. ઘરનું બાથરૂમ ગંદુ થવાને કારણે એમાંથી સતત વાસ આવવાની શરૂ થઇ જાય છે અને પછી મચ્છર પણ થવા લાગે છે. આ માટે ઘરમાં બાથરૂમની સફાઇ કરવી ખૂબ જરૂરી છે. તો આ સ્માર્ટ ટિપ્સ તમારા બાથરૂમને ચમકાવવા માટે મદદ કરશે.
આ રીતે બાથરૂમને સાફ કરો
ટોયલેટ બ્રશ
તમે બાથરૂમ સાફ કરવા માટે ટોયલેટ બ્રશનો પણ ઉપયોગ કરી શકો છો. બાથરૂમ સાફ કરવા માટે તમે સાવરણો, પોતું અને ક્લિનરનો ઉપયોગ કરો. જો કે હવે માર્કેટમાં ઉભો બ્રશ પણ મળે છે. જો તમે બેસીને બાથરૂમ સાફ કરવામાં તકલીફ પડતી હોય તો તમે આ બ્રશની મદદથી પણ સાફ કરી શકો છો
ટોયલેટ ક્લીનરનો ઉપયોગ કરો
બાથરૂમની ટાઇલ્સને સાફ કરવા માટે તમે ટોયલેટ ક્લીનરનો ઉપયોગ કરો. ટોયલેટ ક્લીનર નાંખીને બ્રશ બરાબર ધસો અને થોડીવાર એમ જ રહેવા દો. ત્યારબાદ ચોખ્ખા પાણીથી ધોઇ લો. અઠવાડિયું સતત તમે આવું કરશો તો બાથરૂમ ક્લિન થઇ જશે.
પોતું
બાથરૂમ દરરોજ પાણીથી ભીનું થાય છે. આ માટે તમે જ્યારે બાથરૂમને ધોવો ત્યારપછી બાથરૂમમાં કોરું પોતુ કરો જેથી કરીને તમારું બાથરૂમ સુકાઇ જાય અને ભીનું ના રહે.
એસિડનો ઉપયોગ ટાળો
અનેક લોકો બાથરૂમ ગંદુ થઇ જાય એટલે એસિડનો ઉપયોગ કરતા હોય છે. એસિડના ઉપયોગથી બાથરૂમની ટાઇલ્સ વધારે ખરાબ થઇ જાય છે અને ટાઇલ્સ સમય કરતા પહેલા ખરાબ પણ થવા લાગે છે. આ માટે બને ત્યાં સુધી એસિડનો ઉપયોગ ટાળો.
પાણીથી સાફ કરો
બાથરૂમ ખરાબ થઇ જાય એટલે પહેલા પાણીથી સાફ કરી લો અને પછી ટોયલેટ ક્લિનર નાંખીને ફરી સાવરણથી ધોઇ લો. જો તમે રેગ્યુલરલી આવું કરશો તો બાથરૂમ તમારું ક્લિન થઇ જશે અને ગંદુ પણ નહિં રહે. આ સાથે બાથરૂમમાંથી વાસ પણ નહિં આવે.

संबंधित पोस्ट

તમારા બાળકોને શીખવાડો આ 5 સોશિયલ મેનર્સ, કોઇ જગ્યાએ નહિં પડે પાછું

Karnavati 24 News

પરેજી પાળ્યા વિના વજન ગુમાવો! આ નાની-નાની બાબતોનું ખાસ ધ્યાન રાખો

Karnavati 24 News

દિવાળીના આ નાસ્તામાં બનાવો અડદની દાળ પુરી, બાળકો સ્વાદથી ખાશે

Admin

ડ્રાય સ્કિન હોય કે ઓઇલી, દરેક લોકો માટે ચોકલેટ ફેસ માસ્ક છે ખૂબ ફાયદાકારક, આ રીતે બનાવો ઘરે

Karnavati 24 News

નાની ઉંમરમાં જ વાળ ખરી રહ્યાં છે, અનેક દવાઓ છતાં નથી ફેર પડતો, તો ભોજનમાં ઉમેરો આટલી વસ્તુ..

Karnavati 24 News

રસોડાની માત્ર આ 3 તમારા પેટની ચરબીને ઉતારશે માખણની જેમ, જરૂરથી એકવાર ટ્રાઈ કરો…

Karnavati 24 News