બેટરી સ્ટોરેજ પાવર સ્ટેશન એ એક પ્રકારનું એનર્જી સ્ટોરેજ પાવર સ્ટેશન છે જે વિદ્યુત ઊર્જા સંગ્રહિત કરવા માટે બેટરીના જૂથનો ઉપયોગ કરે છે. બેટરી સ્ટોરેજ એ ગ્રીડ પર પાવરનો સૌથી ઝડપી પ્રતિસાદ આપતો ડિસ્પેચેબલ સ્ત્રોત છે, અને તેનો ઉપયોગ ગ્રીડને સ્થિર કરવા માટે થાય છે, કારણ કે બેટરી સ્ટોરેજ ગ્રીડની નિષ્ફળતાનો સામનો કરવા માટે સ્ટેન્ડબાયથી સંપૂર્ણ પાવરમાં મિલીસેકંડમાં સંક્રમણ કરી શકે છે. બેટરી પાવર સ્ટોરેજ બે કલાક સુધીના ઉપયોગ માટે ઓપન સાયકલ ગેસ ટર્બાઇન પાવર કરતાં સસ્તો છે.. લખપત તાલુકામાં પાન્ધ્રો લિગ્નાઇટ થર્મલ પાવર પ્રોજેક્ટ ખાતે ૩૩૪.૫૩ કરોડના ખર્ચે દેશનું સૌપ્રથમ વીજ સ્ટોરેજ કેન્દ્ર બનાવાશે . રાજ્ય સરકાર હસ્તક વીજ ઉત્પાદન કરતી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ તેમજ ઉર્જા અને પેટ્રો કેમિકલ્સના સહયોગથી કેન્દ્રનું નિર્માણ કરાશે . ફોટો વોલ્ટિક સૌર ઉર્જા સહિત ૫૭ મેગાવોટ પ્રતિ કલાક ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે. પાન્ધ્રો વીજ મથકના વડા બી . ટી . કન્નરે આ બાબતે સમર્થન આપ્યું હતું .