Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

શ્રીલંકાએ શિકારના કેસમાં 21 ભારતીય માછીમારોની ધરપકડ કરી, 2 ફિશિંગ ટ્રોલર જપ્ત કર્યા

Indian Fishermen Arrested: શ્રીલંકાએ ભારતમાંથી 21 માછીમારોની ધરપકડ કરી છે. તેમના પર શિકારનો આરોપ છે. આ સાથે બે ફિશિંગ ટ્રોલર પણ જપ્ત કરવામાં આવ્યા છે.
શ્રીલંકાના (Sri Lanka) નૌકાદળે મંગળવારે કહ્યું કે તેણે સ્થાનિક માછીમારો (fishermen) દ્વારા ચેતવણી આપ્યા બાદ દેશના પ્રાદેશિક જળસીમામાં કથિત રીતે શિકાર કરવા બદલ 21 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. આ સાથે બે ફિશિંગ ટ્રોલર પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઘટના ત્યારે બની હતી જયારે સ્થાનિક માછીમારો ઉત્તરમાં ભારતીયોને માછીમારી માટે શ્રીલંકાના જળસીમામાં પ્રવેશતા રોકવા માટે એક અઠવાડિયાથી વધુ સમયથી વિરોધ કરી રહ્યા છે.

સોમવારે મધ્યરાત્રિની આસપાસ આંતરરાષ્ટ્રીય જળસીમાના શ્રીલંકાના ભાગમાં પોઇન્ટ પેડ્રોના કિનારે સ્થાનિક માછીમારો દ્વારા બે ભારતીય બોટ જોવા મળી હતી. નૌકાદળના પ્રવક્તા કેપ્ટન ઇન્ડિકા સિલ્વાએ જણાવ્યું હતું કે ભારતીય માછીમારો અને બે બોટને આગળની કાર્યવાહી માટે માછીમારી નિરીક્ષક દ્વારા કનકેસંતુરાઈમાં પોલીસ કસ્ટડીમાં સોંપવામાં આવી હતી. સ્થાનિક માછીમારોએ દાવો કર્યો હતો કે તેમના બે સહયોગી ઉત્તર સમુદ્રમાં ગુમ થઈ ગયા હતા અને તેમને આશંકા છે કે ભારતીય માછીમારો દ્વારા તેમને નુકસાન થયું છે.

56 માછીમારોને મુક્ત કરાયા હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થાનિક લોકોનું કહેવું છે કે જાફનાના મર્દનકેની બીચ પરથી શ્રીલંકાના બે માછીમારોના મૃતદેહ મળી આવ્યા હતા. આ લોકો જાફના જિલ્લાના વડામરાચીના કિનારે દરિયામાં ગયા હતા. આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે શ્રીલંકાની એક કોર્ટે ગયા અઠવાડિયે જ 56 ભારતીય માછીમારોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. શ્રીલંકાના જળસીમામાં માછીમારી કરવા બદલ તેમની અટકાયત કરવામાં આવી હતી. શ્રીલંકાના અધિકારીઓ અને ભારતીય રાજદ્વારી સૂત્રોએ કહ્યું હતું કે આ મુક્તિ પછી શ્રીલંકાની કસ્ટડીમાં વધુ કોઈ ભારતીય માછીમારો નથી.

શ્રીલંકાની ખરાબ આર્થિક સ્થિતિને જોતા ભારતે શ્રીલંકાને આર્થિક રાહત આપવા માટે મદદ કરી રહ્યું છે. આ મામલે થયેલી વાતચીત દરમિયાન માછીમારોથી જોડાયેલા મામલે પણ વાતચીત થઇ હતી. ભારતે ગત મહિને શ્રીલંકાને આર્થિક રાહત પેકેજ દેવાનું એલાન કર્યું હતું. જેથી તેના વિદેશી મુદ્રા ભંડારમાં મદદ મળી શકે.

ભારતે શ્રીલંકાના ગ્રોસ રિઝર્વને સુધારવા માટે 400 મિલિયન ડોલરની કરન્સી સ્વેપ સુવિધાની જાહેરાત કરી હતી અને 515 મિલિયન ડોલરએશિયન મોનેટરી એસોસિએશન કરારને મુલતવી રાખ્યો હતો. આ સાથે ભારતે એક અબજ ડોલરના સહાય પેકેજની પણ જાહેરાત કરી હતી, જેથી શ્રીલંકાને તેની ચૂકવણી કરવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

संबंधित पोस्ट

કોઈને જડ્યો હોય તો કહેજો આપણી કૃષિ સંસ્કૃતિમાંથી નંદી ખોવાયો છે

Karnavati 24 News

સુરત-અમરેલી એરલાઇન્સનો નવા વર્ષથી પ્રારંભ

Karnavati 24 News

ગુજરાતના દરિયાકાંઠેથી ઝડપાયું 400 કરોડનું ડ્રગ્સ, 6 પાકિસ્તાનીની ધરપકડ

Karnavati 24 News

સુરત જીલ્લાના ઓલપાડમાં 4 વર્ષની બાળકી પ્લાસ્ટીકના ભુંગળામાં ફસાઈ જતા મોત નીપજ્યું

Karnavati 24 News

ટાટા સ્ટીલના જમશેદપુર પ્લાન્ટમાં બ્લાસ્ટઃ વિસ્ફોટના અવાજથી ગભરાટ; ગેસ લીકને રોકવાનો પ્રયાસ કરીને જગ્યા ખાલી કરાવી

Karnavati 24 News

પાટડીના ધામા ગામમાં માયનોર કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતના ઈસબગુલના પાકને મોટા પાયે નુકશાન

Karnavati 24 News