પાકિસ્તાન જેલ માંથી મુક્ત થયેલ 20 માછીમારો વેરાવળ પહોંચ્યા. ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારો ને વાઘા બોર્ડર થી લાવી પરિવાર જનો ને કબજો સોંપ્યો. વર્ષો બાદ પરિવાર સાથે મિલન થતાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા. હજુ પણ 560 માછીમારો પાકિસ્તાન જેલ માં બંધક… તો પાકિસ્તાન જેલ માં છેલ્લા એક મહિના થી મોત ને ભેટેલ માછીમાર નો મૃતદેહ મેળવવા સ્વાજનો નો વલોપાત… ભારતીય જળ સીમા પર થી છાસવારે નાપાક પાકિસ્તાન મરીન દ્વારા માછીમારો ને બંધક બનાવી જેલ માં ધકેલી દેવા માં આવે છે. અને સમયાંતરે માછીમારો ને મુક્ત કરાય છે. આવા જ 20 જેટલા માછીમારો ને મુક્ત કરવા માં આવતા વેરાવળ ફિશરીઝ વિભાગ ની ટિમ દ્વારા આ માછીમારો ને વાઘા બોર્ડર ખાતે થી લાવી તેમના પરિવાર જનો ને સુપરત કર્યા હતા. વર્ષો સુધી જેલ માં યાતના વેઠી પરત આવેલા માછીમારો નું સ્વાજનો સાથે મિલન થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. 20 પૈકી 05 ઉત્તરપ્રદેશના તેમજ 15 ગીર સોમનાથ જિલ્લા ના… ચીખલી ગામના 04 બોડીદર ગામના 03 કાજ ગામના 02 ઘાટવડ ગામના – 01 છારા ગામના – 01 કડોદરા ગામના – 01 દામલી ગામના – 01 સંજવાપુર ગામના – 01 વાવડી સુત્રાપાડા ગામના – 01 હજુ પણ 560 માછીમારો પાકિસ્તાન જેલ માં બંધક છે જ્યારે સુત્રાપાડા ના મૃતક માછીમાર જેન્તી કરશન સોલંકી નો એક માસ વીતી જવા છતાં મૃતદેહ આવ્યો નથી. પાકિસ્તાન ની દાંડી જેલ માં યાતના વેઠી મુક્ત થયેલા માછીમારો એ આપવીતી વર્ણવતા જણાવેલ કે જેલ માં આરોગ્ય ની સુવિધા પૂરતી મળતી નથી અને કોઈપણ દર્દ હોય એક જ દવા આપી પીડા આપવા માં આવે છે. મુક્ત થયેલા માછીમારો પૈકી 5 માછીમારો ઉત્તરપ્રદેશ ના પણ છે જે પૈકી ના સુનિલ પ્યારેલાલ એ મીડિયા સમક્ષ વેદના ઠાલવતા જણાવેલ કે, અમે ચાર ચાર વર્ષ થી જેલ માં હતા અને પરિવાર કફોડી સ્થિતિ માં મુકાયેલ છે જેમ ગુજરાત સરકાર માછીમારો ના અપહરણ બાદ તેમના પરિવાર ને સહાય રૂપ બને છે તેમ ઉત્તરપ્રદેશ ની યોગી સરકાર પણ અમારી વ્હારે આવે તેવી વિનતી કરી હતી સાથે સાથે વતન યુ.પી માં જ જો રોજગારી મળે તો માછીમારી મજૂરી માટે ગુજરાત આવવું ના પડે. પાકિસ્તાન જેલ માં હજુ પણ 560 જેટલા માછીમારો યાતના વેઠી રહ્યાં છે જે પૈકી અનેક સજા કાપતા મોત ને પણ ભેટે છે. આવો જ એક હતભાગી માછીમાર સુત્રાપાડા ના જેન્તી કરશન સોલંકી નું ગત 14 ડિસેમ્બર ના જેલ માં મૃત્યુ થયું છે હાલ મુક્ત થયેલ માછીમારો ના જણાવ્યા મુજબ જેન્તી ભાઈ નું હૃદય રોગ નો હૂમલો આવતા મૃત્યુ થયું છે. પરંતુ આજે એક માસ વીતી જવા છતાં આ હતભાગી માછીમાર નો મૃતદેહ તેમના સ્વાજન ને મળ્યો નથી. છેલ્લા પંદર દિવસ થી ફિશરીઝ વિભગ ની ટિમ પણ વાઘા બોર્ડર પર માછીમાર ના મૃતદેહ ની રાહ જોઇ રહી છે બીજી તરફ પરિવાર જનો પણ કલ્પાંત કરી રહ્યા છે. ત્યારે મૃતક માછીમાર નો મૃતદેહ વહેલી તકે મળે તે માટે માછીમાર સમુદાય સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. રિપોર્ટ : ચેતન અપારનાથી – ગીર સોમનાથ

next post