હળવદ પંથકમાં બેફામ બનતા ખનીજ માફિયાઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે ઓવરલોડ ડમ્પર આખો દિવસ દોડતા હોય જે અવારનવાર અકસ્માત સર્જતા રહે છે જેમાં આજે એક ડમ્પરચાલકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર દંપતી અને બાળકો ફંગોળાઈ ગયા હતા જે અકસ્માતમાં માસૂમ બાળકીનું મોત થયું હતું તો દંપતી સહીત ચાર વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામગઢ નજીકથી રમેશભાઈ ઠાકોર, તેના પત્ની શારદાબેન તેમજ બાળકો વિશ્વાસ, જલ્પા અને કિંજલ બાઈક લઈને જતા હોય ત્યારે ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લીધું હતું જે અકસ્માતમાં બાઈક સવાર પરિવારના પાંચ સભ્યો ફંગોળાઈ નીચે પડી જતા ગંભીર ઈજા થતા કિંજલ રમેશભાઈ ઠાકોર (ઉ.વ.૦૭) નામની બાળકીનું મોત થયું હતું તો રમેશભાઈ ઠાકોર, શારદાબેન તેમજ બે બાળકો વિશ્વાસ અને જલ્પાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા ૧૦૮ ટીમના ઇએમટી ગણપતભાઈ ઠાકોર અને નમીશાબેન પટેલ સહિતની ટીમ દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા