એમેઝોનનાં વોઇસ અસિસ્ટંન્ટ ‘એલેક્સા’માં એક વિચિત્ર કેસ જોવા મળ્યો છે. એલેક્સાએ પાસે એક 10 વર્ષની છોકરીએ ચેલેન્જ માગી. એ પછી એલેક્સાએ તે બાળકીને દીવાલના ઇલેક્ટ્રિક પ્લગ સોકેટમાં સિક્કો નાખવાની ચેલેન્જ આપી. આ ડેન્જરસ ચેલેન્જથી છોકરીને કરંટ પણ લાગી શકતો હતો. આ ચેલેન્જમાં વીજળીના બે પ્લગમાં સિક્કો મૂકીને તેને સ્પર્શ કરવાનું ટાસ્ક આપ્યું હતું. જો કે, કંપનીએ માફી માગીને વોઇસ અસિસ્ટંન્ટ એલેક્સામાં અપડેટ કરી છે, જેથી ફરીવાર આવી ચેલેન્જ ના આપે.
છોકરીની માતાએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી
છોકરીની માતા ક્રિસ્ટિન લિવડાહલે હાલમાં જ ટ્વિટર પર આ ઘટના વિશે જાણકારી આપી હતી. તેણે કહ્યું, મારી છોકરી યુટ્યુબ પર યોગા ટીચરે આપેલી ફિઝિકલ ચેલેન્જ પૂરી કરી રહી હતી. બહાર ખરાબ વાતાવરણને લીધે એકવાર તેણે એલેક્સાને ચેલેન્જ પૂછી. એમેઝોને ન્યૂઝ એજન્સી BBCને કહ્યું, ફ્યુચરમાં આવી એક્ટિવિટી રોકવા માટે વોઇસ અસિસ્ટંન્ટ એલેક્સાને અપડેટ કરી છે.
મોટી જાનહાનિ ટળી ગઈ
કાર્લિસ્લે ઇસ્ટ ફાયર સ્ટેશનના સ્ટેશન મેનેજર માઈકલ ક્લૂસ્કરે વર્ષ 2020માં યોર્કશાયરમાં ‘ધ પ્રેસ’ નામના અખબારને જણાવ્યું કે, છોકરી તેની આંગળીઓ અને હાથ ખોઈ બેસત. અમેરિકામાં ફાયર બ્રિગેડ ઓફિસરે આ ચેલેન્જ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે.
એમેઝોને એક્શન લીધી
એમેઝોને એક સ્ટેટમેન્ટમાં કહ્યું કેમ અમે જે પણ કરીએ છીએ તેની પર ગ્રાહકોને વિશ્વાસ હોય છે અને કસ્ટમરને એક્યુરેટ, રિલેવન્ટ અને હેલ્પફુલ ઇન્ફોર્મેશન મળે એ રોતે એલેક્સાની ડિઝાઇન કરી છે. આ ચેલેન્જ વિશે અમને ખબર પડી એ પછી તરત જ એક્શન લીધું.