Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

હિમાચલ પ્રદેશના સીએમ તરીકે સુખવિન્દર સુખુએ લીધા શપથ, મુકેશ અગ્નિહોત્રી બન્યા ડેપ્યુટી સીએમ

સુખવિંદર સિંહ સુખુએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જયારે મુકેશ અગ્નિહોત્રીએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. હિમાચલના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે સુખવિંદર સુખુને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર હતા. આ સાથે કોંગ્રેસ નેતા સુખવિંદર સિંહ સુખુ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી બની ગયા છે.

શિમલામાં કોંગ્રેસ વિધાયક દળની બેઠકમાં સુખુને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં કોંગ્રેસની હિમાચલ ચૂંટણીમાં જીત બાદ સીએમ પદ માટે ઘણા દાવેદારોના નામ સામે આવી રહ્યા હતા. ઘણા સમર્થકો રાજ્યના પૂર્વ સીએમ સ્વર્ગસ્થ વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહને સીએમ બનાવવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ તમામ ઝઘડા વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડે સુખવિંદર સુખુને હિમાચલના નવા સીએમ બનાવ્યા.

શપથગ્રહણ બાદ જ સ્ટેજ પર પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના ફોટો પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તમામ નેતાઓએ હાથ જોડીને તેમને નમન કર્યા હતા. પહાડી રાજ્યના હમીરપુર જિલ્લાના નાદૌનના ધારાસભ્ય સુખુએ તાજેતરમાં યોજાયેલી રાજ્ય ચૂંટણી માટે કોંગ્રેસની પ્રચાર સમિતિનું નેતૃત્વ કર્યું હતું.

संबंधित पोस्ट

યોગી આદિત્યનાથ ફરીથી યુપીના સીએમ બનશે કે નહીં? શું કહે છે તેમની કુંડળી?

Karnavati 24 News

કોંગ્રેસ કર્ણાટકમાં ભ્રષ્ટાચારને મુખ્ય રાજકીય મુદ્દો બનાવવાની તૈયારી કરી રહી છે

મનપા ઇમ્પેક્ટ ફી ભરી સેવા સદનને પણ કાયદેસર કરાવશે ?

Admin

પાટણના રોટલીયા હનુમાન મંદિર ખાતેથી હાંસાપુર રામાપીરના મંદિર સુધી ભકિતસભર માહોલમાં પદયાત્રા યોજાઇ

Karnavati 24 News

ઝૂંપડપટ્ટી વસાહતની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર

Karnavati 24 News

માનહાનિ કેસમાં ભાજપના સાંસદ મનોજ તિવારીની અરજી ફગાવી દેવામાં આવી

Admin