(જી.એન.એસ) તા. 23
સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ ઉપર આવેલ એક પેપર મિલમાં બપોરના સમયે લાગેલ આગ એટલી બધી વિકરાળ હતી કે, મિલમાં મોટા પ્રમાણમાં પેપરના રોલ, પુઠા સહિતનું મટીરીયલ્સ હોવાથી ગણતરીની મિનિટોમાં જ આગે ભયંકર રૌદ્ર સ્વરૂપ લઈ લીધું હતું, ત્યારે ફાયર વિભાગે પણ આ ઘટના ને મેજર કોલ જાહેર કર્યો હતો.
જો કે આગની ઘટનામાં પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યુ છે.
બપોરના સમયથી પેપર મિલમાં આગ પર કાબૂ મેળવવા માટે રાજકોટ, સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત પાણીનો જોરદાર મારો ચલાવવામાં આવ્યો હતો, આ ઉપરાંત સેનાના જવાનો પણ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. જેને પગલે હાલ આગ કાબૂમાં લઇ લેવામાં આવી હતી ત્યારે જઈને આશરે 18 કલાક બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.