હિંમતનગર,
(હિંમતનગર જીતુ ઉપાધ્યાય, ફોટો દક્ષ ભટ્ટ)
૧૫૦૦ દોડવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, ૯૦૦ યુવાનો સહિત શહેરીજનો અને પોલીસ પરિવારના અધિકારી-કર્મચારીઓએ ભાગ લીધો
સાબરકાંઠા પોલીસ દ્વારા શનિવારે યોજાયેલ મેરેથોન દોડમાં ૯૦૦ યુવાનો તેમજ પોલીસ પરિવાર અને શહેરીજનો સહિત મોટા સંખ્યામાં જોડાયા હતા. મેરેથોન દોડની શરૂઆત હિંમતનગરની જિલ્લા પોલીસવડાની કચેરીના પોલીસ ગ્રાઉન્ડથી કરવામાં આવી હતી. જે શહેરના મહાવીરનગર સર્કલ છાપરીયા ચાર રસ્તા તેમજ કેનાલ ફ્રન્ટ થઈ પરત એસપી ઓફિસ સામે આવેલ કમ્પાઉન્ડમાં પૂર્ણ થઈ હતી.
ટ્રાફિક નિયમન અને ડ્ગ્સ જેવી લતથી દૂર રહેવા સહિતની જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ ઇનામો જાહેર કરાયા હતા જેમાં પ્રથમ નંબરે આવેલ યુવાનને જિલ્લા પોલીસ વડાના હસ્તે ગોલ્ડ મેડલ તેમજ સાયકલ અર્પણ કરવામાં આવી હતી. તેમજ દ્વિતીય અને તૃતીય નંબરને સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ સાથે બેગ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે શનિવારે પોલીસ પરેડગ્રાઉન્ડમાં યોજાયેલ મેરેથોન દોડમાં ભાગ લેવા માટે અંદાજે ૧પ૦૦થી વધુ યુવાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. પરંતુ અગમ્ય કારણોસર રજીસ્ટ્રેશન કરાવનાર કેટલાક યુવાઓ અનુપસ્થિત રહયા હતા. આ દોડ શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચી ત્યારે હિંમતનગર વાસીઓએ તેને આવકારી દોડવીરોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.