સફળતાના શિખરે વડોદરાની દીકરી નિશા
વડોદરાની નિશાએ સાયકલથી અને નિલેશભાઇએ કારથી 16,000 કિમીનો પ્રવાસ પૂર્ણ કરીને લંડન પહોંચ્યા. નિલેશ બારોટના માર્ગદર્શન સાથે નિશાએ આ અનોખું સાહસ સાકાર કર્યું.
એવરેસ્ટ પર ચઢેલી નિશાએ હિમદંશ જેવી મુશ્કેલીઓને પાર કરીને યુરોપની ઠંડીમાં પણ મક્કમ મનોબળ રાખ્યું. ફ્રાન્સથી બ્રિટન સુધી બોટ મારફતે સમુદ્ર પસાર કર્યો હતો. ઇસ્ટ લંડનમાં ગુજરાતી પરિવારનું ભાવભર્યું સ્વાગત અને મીઠું ભોજન પ્રવાસનો યાદગાર ભાગ બન્યું.
નિસડેનના બાપ્સ મંદિર દર્શન સાથે યાત્રાનું સમાપન થયું. નપાળ, ચીન સહિત 16 દેશોની સફર સાથે નિશાએ ગૌરવમય અનન્ય સિદ્ધિ મેળવી છે, જે યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે