(જી.એન.એસ) તા.૬
અરવલ્લી,
અરવલ્લી જિલ્લામાં રવિવાર ગોઝારો નીવડ્યો હતો. જિલ્લાના ભિલોડના ભટેરા ગામ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા હતા. અરવલ્લી જિલ્લામાં રવિવાર ગોઝારો નીવડ્યો હતો. જિલ્લાના ભિલોડના ભટેરા ગામ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા હતા. અજાણ્યો વાહનચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક સહિત ત્રણના મોત થયા હતા. આ ઉપરાંત અન્ય યુવક ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં વિજય, શંકરભાઈ અને શૈલેષ નામના યુવકના મોત થયા હતા. ભિલોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અકસ્માત સર્જાતા સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેઓએ તાત્કાલિક 108 બોલાવીને મૃતકોનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, તેઓને 108માં નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, હોસ્પિટલના ડોક્ટરોએ તેમના મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. ભિલોડ પોલીસે ઘટનાની તપાસ આદરી છે. પોલીસે મૃતકોના મૃતદેહનું પંચનામુ કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ ઉપરાંત મૃતકોના સગાસંબંધીઓને તેના અંગે જાણ કરી છે. ત્રણ યુવકોના મોતના પગલે ત્રણ કુટુંબો પર રીતસરનું આભ તૂટી પડ્યું હતું. ત્રણેય કુટુંબે તેમનો કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હતા. તેમના માટે તો રીતસર નોંધારા બની ગયા તેવી જ સ્થિતિ હતી. પોલીસે આ ઘટનામાં હવે અજાણ્યો વાહનચાલક કોણ છે તેની તપાસ આદરી છે. અકસ્માતમાં ઇજા પામનાર યુવક ભાનમાં આવશે તેની પાસેથી કદાચ વિશેષ માહિતી મળી શકે. હાલમાં તો પોલીસે આ રસ્તા પર નજીકમાં સીસીટીવી છે કે નહીં તે શોધવાનું શરૂ કર્યુ છે. જો સીસીટીવી મળી જાય તો આ અજાણ્યા વાહનચાલકની ઓળખ કરવી એકદમ સરળ થઈ જાય. હાલમાં તો અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી દેવાઈ છે અને તૂટેલા વાહનના અવશેષો અને ટક્કર મારનાર વાહનના અવશેષો ફોરેન્સિક ટીમે કબ્જે કર્યા છે. તેના પરથી કયા વાહને આવી જોરદાર ટક્કર મારી તેની જાણકારી પણ મળશે.