રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ
(શરદચંન્દ્ર પવાર)
ગુજરાત પ્રદેશ,
આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચુનાવ, નવેમ્બર 2024 માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (શરદચંદ્ર પવાર), NCP(SP),ગુજરાત પ્રદેશ એકમ મહારાષ્ટ્રમાં પ્રચારમાં જોડાશે.
ઇન્ડિયા-INDIA, ગઠબંધને લોકસભામાં, પ્રજાનો અવાજ બની દેશમાં દસ વર્ષથી ચાલતી ભાજપની તાનાશાહી ને રોકી,જેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ(શરદ પવાર) ના,રાષ્ટ્રીય અધ્યક્ષ માન. શ્રી શરદચંદ્ર પવાર જી ના નેતૃત્વથી મહારાષ્ટ્રમાં જનતા વિરોધી શાસનને લપડાક મારી,તે જ રીતે મહારાષ્ટ્ર વિધાનસભા ની નવેમ્બર 2024 ની ચૂંટણીમાં,મહારાષ્ટ્રમાંથી ભાજપ પ્રેરિત કઠપૂતળી સરકારને ઉખેડી ફેકવા, કિસાન,મજદૂર,યુવાનો, મહિલાઓ,વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને દરેક ધર્મના લોકોને સન્માન મળે અને સંવિધાનથી દેશ અને રાજ્ય ચાલે,ફક્ત ફાસીવાદી ઈડી,ઇન્કમટેક્ષ અને સીબીઆઈ ને આગળ કરનાર ને ઉખાડી ફેકવા અને તેની સામે લડવા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ(એસપી)NCP(SP), ગુજરાત એકમ ના પ્રદેશ પ્રમુખ,પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયા (ગોંડલ) અને કાર્યકારી પ્રમુખ ડો. જગદીશચંદ્ર દાફડા ના નેતૃત્વમાં ગુજરાત ના આગેવાનો, હોદેદારો અને સક્રિય કાર્યકર્તાઓ,મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં જોડાશે. લોકસભામાં ચુંટણી પ્રચારમાં ગુજરાતના ફ્લોપ મોડેલનો પર્દાફાશ કર્યો હતો,તેજ રીતે મહારાષ્ટ્રની જનતા જાગૃત થાય, તેને ઉજાગર કરતા, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ગુજરાતની સાચી પરિસ્થિતિ જણાવીશું, 30 વર્ષ થી ભાજપની સતાના ઉન્માદ ની અસલિયત બતાવીશું? નાગરિકોની દશા શું છે?વર્તમાન કઠપૂતળી રાજ્ય સરકારની અસલિયત બતાવીશું.
ચંદુભાઈ/ડો. જગદીશચંદ્ર
વઘાસિયા / દાફડા
પ્રમુખ,ગુજરાત /કાર્યકારી
પ્રદેશ,NCP(SP)/પ્રમુખ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ
હરિકૃષ્ણ જોષી
પ્રવકતા,ગુજરાતપ્રદેશ