Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Agency News

જહાં બીમાર, વહીં ઉપચાર’, મહારાષ્ટ્રમાં પ્રથમ વખત શરૂ કરાઈ હેલ્થ ચેકઅપ વાન, મીરા-ભાઈંદરવાસીઓને મફતમાં મળશે તબીબી સુવિધા.

મીરા ભાઈંદરના ધારાસભ્ય શ્રીમતી ગીતા ભરત જૈન દ્વારા અનોખી પહેલ શરુ કરવામાં આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા એમ્બ્યુલન્સનું કરાયું અનાવરણ.

 

મુંબઈ તા. 04-07-23. લોકોને આરોગ્ય અને તબીબી સેવાઓ મેળવવા માટે ઘણીવાર હોસ્પિટલો અને ક્લિનિક્સના ધક્કા ખાવા પડે છે. આ બાબત ત્યારે ગંભીર બની જાય છે જ્યારે દર્દીની આર્થિક સ્થિતિ નબળી હોય અને સાથે સ્વાસ્થ્ય પણ ખરાબ હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે મીરા રોડ-ભાઈંદરના ધારાસભ્ય શ્રીમતી ગીતા ભરત જૈને એક અનોખી પહેલ કરી છે. અહીં મહારાષ્ટ્રની પ્રથમ હેલ્થ ચેકઅપ વાન શરૂ કરવામાં આવી છે. આ હેલ્થ ચેકઅપ વાન મીરા રોડ અને ભાયંદરના રહેવાસીઓને તબીબી સુવિધાઓ પૂરી પાડશે.

 

આ હેલ્થ ચેકઅપ વાનનું રવિવારે મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ હેલ્થ ચેકઅપ વાન થકી 60 જેટલા મેડિકલ ટેસ્ટ અને ઓનલાઈન ડોક્ટર કન્સલ્ટેશન નિશુલ્ક કરવામાં આવશે. નોંધનીય છે કે, મીરા રોડ અને ભાયંદરમાં આશરે દસ જેટલા ‘આપલા દવાખાના’ ક્લિનિક્સ ખોલવામાં આવનાર છે. આ ઉપરાંત લોકોના ઘરઆંગણે મેડિકલ સુવિધા પહોંચાડવા માટે હેલ્થ ચેકઅપ વાન શરૂ કરવામાં આવી છે. આ બંને તબીબી સુવિધાઓના અમલીકરણ ને કારણે, મીરા રોડ અને ભાયંદરના રહેવાસીઓની તબીબી સમસ્યાઓ ઘણા અંશે હલ થશે. આ સાથે દર્દીઓનો ઘરેથી હોસ્પિટલ જવાનો સમય પણ બચશે.

હેલ્થ ચેકઅપ વાનના ઉદ્ઘાટન સમારોહમાં માનનીય મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેએ કહ્યું કે, આ એક અનોખી પહેલ છે. સરકાર અને ધારાસભ્યો પોતાની જવાબદારી પ્રત્યે કેટલા જાગૃત છે, તે આ હેલ્થ ચેકઅપ વાન દ્વારા જણાય છે. હું આશા રાખું છું કે મીરા રોડ અને ભાયંદરના લોકો આ સેવાનો પૂરો લાભ લેશે અને સ્વસ્થ રહેશે. સ્થાનિક ધારાસભ્ય શ્રીમતી ગીતા ભરત જૈને મીડિયાને જણાવ્યું કે તેમનો ઉદ્દેશ્ય સમાજના છેવાડાના વ્યક્તિ સુધી સરકારી લાભો પહોંચાડવાનો છે. આજના સમયમાં જ્યારે તબીબી સુવિધાઓ મોંઘી બની છે અને લોકોને સરકારી સુવિધાઓ મેળવવા માટે દૂર દૂર સુધી જવું પડે છે ત્યારે આ હેલ્થ ચેકઅપ વાન લોકોને તેમના ઘરે મેડિકલ અને ચેકઅપની સુવિધા પૂરી પાડશે.

હેલ્થ ચેકઅપ વાન કેવી છે અને કયા રોગોનું પરીક્ષણ કરવામાં આવશે? સારવાર કેવી રીતે થશે?

 

આ હેલ્થ ચેકઅપ વાનમાં મેડિકલ કિઓસ્ક લગાવવામાં આવ્યું છે. જેના દ્વારા કોઈપણ દર્દીના બેઝિક ટેસ્ટ 10 મિનિટમાં થઈ શકે છે. ટેસ્ટના મેડિકલ રિપોર્ટ પણ તરત જ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવશે. આ રિપોર્ટ ઓનલાઈન ઉપલબ્ધ થશે. જરૂર પડશે તો સરકારી હોસ્પિટલમાં હાજર ડોક્ટર હેલ્થ ચેકઅપ વાનમાં લગાવેલી સ્ક્રીન દ્વારા દર્દી સાથે વાત કરશે અને ઓનલાઈન રિપોર્ટ જોયા બાદ પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવશે. દર્દીના સ્વાસ્થ્ય અને સ્થિતી અનુસાર આગળના તબીબી પગલાં લેવામાં આવશે. જરૂર પડશે તો એડવાન્સ મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે. આ સેવાનો લાભ લેનાર દરેક વ્યક્તિને મેડિકલ કાર્ડ પણ આપવામાં આવશે અને રિપોર્ટ અમર્યાદિત સમય માટે ઓનલાઈન ઉપલબ્ધ રહેશે.

 

આવનારા સમયમાં દર્દીના ડેટાને આયુષ્માન ભારત કાર્ડ સાથે લિંક કરવાની યોજના છે.

 

મેડિકલ એમ્બ્યુલન્સનો ખર્ચ કેટલો છે?

 

આ બંને હેલ્થ ચેકઅપ વાન ધારાસભ્ય શ્રીમતી ગીતા ભરત જૈનના સરકારી ભંડોળમાંથી આશરે રૂ. 35,00,000ના ખર્ચે બનાવવામાં આવી છે. હેલ્થ ચેકઅપ વાનની ઉપયોગિતા અને લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં હેલ્થ ચેકઅપ વાનની સંખ્યામાં વધારો કરી શકાય છે. દરેક હેલ્થ ચેકઅપ વાનમાં એક ડ્રાઈવર, પેરામેડિકલ સ્ટાફ અને એક ટેકનિશિયન હાજર રહેશે.

 

હેલ્થ ચેકઅપ વાનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સાંસદ શ્રી રાજેન્દ્ર ગાવિત, ધારાસભ્ય શ્રી પ્રતાપ સરનાઈક, ધારાસભ્ય ભરત શેઠ ગોગવાલે, થાણે કલેક્ટર શ્રી અશોક શિંગારે, મીરા ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી દિલીપ ઢોલે, મીરા ભાઈંદર વસઈ વિરાર પોલીસ કમિશનર શ્રી મધુકર પાંડે ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ જીલ્લા પ્રમુખ શ્રી રવિ વ્યાસ, જીલ્લા પ્રમુખ શ્રી. રાજુ ભોઈર, શ્રી પૂર્વેશ સરનાઈક, તમામ માનનીય કોર્પોરેટરો, પદાધિકારીઓ, નગરપાલિકાના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓ, પત્રકારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

સીકોસ્ટ શિપિંગ સર્વિસિસ લિમિટેડના શેરના રાઇટ ઇશ્યૂથી રૂ. 49 કરોડ એકત્ર કરવા માટે, રેકોર્ડ તારીખ 13મી જુલાઈ, 2023 સેટ કરવામાં આવી

Karnavati 24 News

MyCoolQ.com Founder Janaki Venkatramani: Bringing Education and Financial Literacy to the Forefront

CII launches the Vikram Kirloskar Memorial Lecture Series on Green Mobility and Green Fuels

PingSafe recognized by G2 as Cloud Security Enterprise Leader

Customised Insurer for Hospital (Package Insurance)

International Brand Equity Announces Winners for 8th India Property Awards 2023