Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Business

જાણી લો / લોનની વસૂલાત માટે ધમકી નથી આપી શકતા રિકવરી એજન્ટ, જાણો શું છે તમારા અધિકાર

મોંઘવારીના યુગમાં મોટાભાગના લોકો તેમની આવક કરતાં વધુ બચત કરી શકતા નથી. આવી સ્થિતિમાં જ્યારે રૂપિયાની જરૂર હોય ત્યારે બેંકમાંથી લોન લેવી પડે છે. પરંતુ કેટલીકવાર આર્થિક સંકડામણના કારણે તેઓ સમયસર તેની ચૂકવણી કરી શકતા નથી. આ સ્થિતિમાં લોન માટે સિક્યોરિટી તરીકે રાખવામાં આવેલી સંપત્તિ પણ ગુમાવવી પડે છે. બેંક પાસે આ પરિસ્થિતિમાં લોન માટે ગીરો મુકેલી મિલકત જપ્ત કરવાનો કાનૂની અધિકાર હોય છે.

જો તમે પણ બેંક પાસેથી લોન લીધી છે અને તેને ચૂકવવામાં અસમર્થ છો, તો તમારે તમારા અધિકારો વિશે જાગૃત રહેવું જોઈએ. આવી સ્થિતિમાં તમારી પાસે ઘણા અધિકારો છે જેનો તમે જરૂર પડ્યે ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ કે તે અધિકારો શું છે.

લોન રિકવરી એજન્ટ નથી આપી શકતા ધમકી

જો તમે બેંકમાંથી લોન લઈને સમયસર લોનની ચુકવણી કરી શકતા નથી, તો બેંક રિકવરી એજન્ટ દ્વારા તમારી પાસેથી રૂપિયા વસૂલ કરે છે. ઘણી વખત રિકવરી એજન્ટો ગ્રાહકોને ધમકાવીને લોન વસૂલવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં તમારા માટે એ જાણવું જરૂરી છે કે તેમને ગ્રાહકને ધમકાવવાનો કે ગેરવર્તન કરવાનો કોઈ અધિકાર નથી. તેઓ સવારે 7 થી સાંજના 7 વાગ્યાની વચ્ચે જ ગ્રાહકના ઘરે જઈ શકે છે. જો રિકવરી એજન્ટ ગ્રાહકો સાથે ગેરવર્તન કરે છે, તો તેઓ બેંકમાં ફરિયાદ કરી શકે છે. જો બેંક તરફથી કોઈ સુનાવણી ન થાય, તો બેન્કિંગ લોકપાલને અપીલ કરી શકાય છે.

નોટિસ વગર બેંક કબ્જામાં નથી લઈ શકતી પ્રોપર્ટી

કોઈપણ લેન્ડર લોનની વસૂલાત માટે કોઈપણ સૂચના આપ્યા વિના તમારી મિલકતનો કબ્જો લઈ શકશે નહીં. જ્યારે ગ્રાહક 90 દિવસ સુધી લોનના હપ્તા ચૂકવતો નથી, તો તે એકાઉન્ટ નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) માં મૂકવામાં આવે છે. પરંતુ તેની સાથે લોન લેનાર ડિફોલ્ટરે લોન આપનારને 60 દિવસની નોટિસ આપવી પડશે. જો તે નોટિસ પીરિયડમાં પણ લોનની ચુકવણી ન કરે તો તેની મિલકતનો કબ્જો લઈ શકાય છે. તે જ સમયે, તેણે મિલકતની હરાજીથી 30 દિવસ પહેલા જાહેર નોટિસ જારી કરવી પડશે.

संबंधित पोस्ट

वैश्विक बाजार के चलते भारतीय शेयर मार्केट में सुधार, निफ्टी 17107 के ऊपर बंद

Karnavati 24 News

Business Idea: ફક્ત 5000 રૂપિયાનું રોકાણ કરી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને 50 હજારની થશે કમાણી

Karnavati 24 News

ખુશખબર / RBI એ લોન લેનારાઓને આપી વધુ એક રાહત, હવે લોન રિકવરી પહેલા કરવું પડશે આ કામ

Admin

वंदे भारत एक्सप्रेस को सबने पसंद किया: 8 ट्रेनों में एक भी सीट खाली नहीं रही

Admin

કામની વાત / નવા વર્ષે તમારી પત્નીના નામે શરૂ કરાવો આ એકાઉન્ટ, સરકાર આપશે 45 હજાર રૂપિયા

Admin

एंटरटेनमेंट कंपनी Disney भी सात हजार कर्मचारियों की छंटनी करेगी

Admin
Translate »