Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

ગાંધીનગર: ધોલેરામાં 1305 કરોડનો ખર્ચે કાર્ગો એરપોર્ટ, નર્મદા જિલ્લામાં 24.11 કરોડના ખર્ચે એરપોર્ટ એરસ્ટ્રીટનું થશે નિર્માણ

હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગુરુવારે વિપક્ષ નેતા અમિત ચાવડા દ્વારા પૂછાયેલા એક સવાલના જવાબમાં સરકારે લેખિત જવાબ આપતા જણાવ્યું કે, ધોલેરાના નવાગામ ખાતે કાર્ગો એરપોર્ટ બનશે. સરકારે જણાવ્યું કે, આ કાર્ગો એરપોર્ટ બનાવવા માટે રૂ.1305 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સવાલના જવાબમાં ગુરુવારે ગૃહમાં રાજ્ય સરકારે જણાવ્યું કે, વિકાસલક્ષી પ્રોજેક્ટ હેઠળ ધોલેરાના નવારગામ ખાતે કાર્ગો એરપોર્ટ બનાવવામાં આવશે.
સરકારે માહિતી આપી કે પ્રથમ તબક્કાની કામગીરી માટે એક એજન્સીને જુલાઈ-2022માં કામ સોંપવામાં આવ્યું હતું. પ્રારંભિક સરવે અને લેવલિંગ માટે વર્ષમાં 2 વર્ષમાં કરોડ 87 લાખ 27 હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે. જણાવી જઈએ કે, જૂન-2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ ધોલેરાના ન્યૂ ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકાસ પ્રોજક્ટના પ્રથમ તબક્કા માટે રૂ. 1305 કરોડના ખર્ચની મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે જે તે સમયે 48 મહિનાની સમય મર્યાદા નક્કિ કરવામાં આવી હતી.

નર્મદામાં એરપોર્ટ એરસ્ટ્રીટનું નિર્માણ થશે

આ ઉપરાંત, ગુરુવારે ગૃહમાં સરકારે લેખિત માહિતી આપતા જણાવ્યું કે નર્મદા જિલ્લામાં એરપોર્ટ એરસ્ટ્રીટનું નિર્માણ કરવામાં આવશે. સરકારે જણાવ્યું કે નર્મદા જિલ્લામાં એરપોર્ટ એરસ્ટ્રીટ બનાવવા માટે કુલ રૂ.24 કરોડ 11 લાખ 61 હજારનો ખર્ચ કરવામાં આવશે. સરકારે જણાવ્યું, એરપોર્ટ એરસ્ટ્રીટની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

संबंधित पोस्ट

વડોદરા: વડોદરામાં રિક્ષા અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, રિક્ષાના કુરચે કુરચા ઊડ્યા, 3 બાળકો સહિત પરિવારના 5 સભ્યોના મોત

Admin

દરીયાઇ મહેલની સુંદરતા થશે પુૃનર્જીવિત, ફેઝ-ર માટે રૂા.૧૭ કરોડ ૩૪ લાખ મંજૂર

Karnavati 24 News

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: 9 વાગ્યા સુધીમાં 4.92 ટકા મતદાન થયું; પીએમ મોદીએ ટ્વિટ કરીને લોકોને વોટ કરવા અપીલ કરી

Admin

સુરત: શ્વાનના વધતા આતંક બાદ હવે તંત્ર સફાળું જાગ્યું! મેયરે બેઠક બોલાવી એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ કર્યો

Admin

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહેરામપુરા, દાણીલિમડાના વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગિરી

Karnavati 24 News

રાજકોટનાં દૂધસાગર રોડ પરથી ઝડપાયો દારૂ ભરેલ વાહન: ૭ લાખથી વધુ કિંમતની દારૂની બોટલો કરી જપ્ત

Admin