Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા. ૪ માર્ચ થી તા. ૬ માર્ચ દરમિયાન દાહોદ જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા. ૪ માર્ચ થી તા. ૬ માર્ચ દરમિયાન દાહોદ જિલ્લામાં વરસાદની આગાહી

કમોસમી વરસાદમાં પાકના રક્ષણ માટે ખેડૂતો આ બાબતનું ધ્યાન રાખે
ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા. ૪ માર્ચ થી તા. ૬ માર્ચ દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેવા કે વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર અને આણંદ સાઉથ ગુજરાતના જિલ્લાઓ જેવા કે સુરત, વલસાડ અને નવસારી જિલ્લાઓમાં અને સૌરાષ્ટ અને કચ્છ વિસ્તારના કચ્છ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં પવન અને કમોસમી માવઠું – સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
 આવા સમયે વાદળછાયું વાતાવરણને કારણે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા હોય છે. તેમ છતાં આ મુજબના તકેદારીના પગલા લેવા ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક, ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી. અથવા પ્લાસ્ટિક, તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીની પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતા અટકાવવું.
જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એપીએમસીમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસે દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી.
 આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામ સેવક – વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક (તા.મુ.) જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), કેવીકે અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૮૦૧-૫૫૧ ઉપર સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

संबंधित पोस्ट

पीएम की मां हीराबा अब यादा में, पीएम मोदी हुए भावुक, चार भाइयों ने दी मुखाग्नि

Admin

પોરબંદર શહેરના છાંયા બિરલા રોડ નજીક કાર્યરત માય છોટા સ્કુલ-પ્રી સ્કૂલ ખાતે હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ

Admin

मिर्तक अश्रित संघर्ष कमेटी पटियाला ने अपनी जायज मांगों को लेकर बिजली बोर्ड के प्रधान कार्यालय के बाहर धरना दिया।

Admin

સાઈટીકામાં અગ્નિકર્મ, ને ચર્મરોગમાં જળો દ્વારા સારવારનું 12મી એ નિદર્શન

Admin

વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-વડીયા-કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને અમરેલી તાલુકાના ગામોમાં લોક દરબાર યોજાયો —

Admin

કોરોના સંકટને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી .

Admin