Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
lifestyle

ટિપ્સ / રૂપિયા બચાવવા માટે ઘરે જ કાપો છો તમારા વાળ ? તો ભૂલીને પણ ન કરતા આવી ભૂલ

Hair Cut At Home: બ્યુટી પાર્લરમાં મહિલાઓના લાંબા વાળ કાપવા માટે હજારો રૂપિયા ખર્ચવા પડે છે, આ બજેટને મેનેજ કરવા માટે ઘણી મહિલાઓ ઘરે બેઠા વાળ કાપવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે આવું પહેલીવાર કરી રહ્યાં છો, તો તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે થોડી બેદરકારી તમારા લુકને બગાડી શકે છે. ચાલો જાણીએ કે ઘરે વાળ કાપતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

વાળ કાપતા પહેલા આ સાવચેતી રાખવી

વાળને પહેલા સાફ કરો

ઘરે વાળ કાપતા પહેલા, તમારા વાળને હળવા શેમ્પૂ અને કન્ડિશનરથી સારી રીતે ધોઈ લો. તેના પછી, વાળને સારી રીતે સુકાવો, જો તમે તેને ડ્રાયરની જગ્યાએ કુદરતી રીતે સુકાવો તો સારું રહેશે.

યોગ્ય ટૂલ્સનો ઉપયોગ કરવો

ઘરે વાળ કાપવા માટે યોગ્ય સાધનોનો ઉપયોગ કરો. જો તમે કાપડ અથવા દોરાને કાપવામાં ઉપયોગમાં લેવાતી કાતરનો ઉપયોગ કરો છો, તો તેની નબળી ધાર તમારા વાળને યોગ્ય રીતે કાપવામાં નિષ્ફળ જશે. તેના માટે, નવી તેજ ધારવાળી કાતર અને સ્વચ્છ કાંસકોનો ઉપયોગ કરો.

જરૂર કરતા ઓછા વાળ કાપવા

તમારે હંમેશા વાળ જેટલા તમે ઈચ્છો તેટલા ન કાપો, તેના બદલે વાળને થોડા લાંબા કાપો, તેનું કારણ એ છે કે જો કટિંગ યોગ્ય શેપમાં નહીં થાય, તો વાળને નેક્સ્ટ સ્ટેપમાં બરાબર કરી શકો છો.

ભીના વાળમાં કેચીનો ઉપયોગ ન કરવો

ઘણી વખત મહિલાઓ ભીના વાળને ઉતાવળમાં કાપવાનું શરૂ કરી દે છે, પરંતુ વાળને યોગ્ય આકાર આપવો મુશ્કેલ બની જાય છે. એટલા માટે હંમેશા સૂકા વાળ જ કાપવાની સલાહ આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે વાળ લાંબા થઈ જાય તો ભારતમાં મોટા ભાગની મહિલાઓ ઘરે જ વાળ કાપી લેતા હોય છે, જો કે ઘણી વખત એક નાનકડી ભૂલ તમારા લુકને ખરાબ કરી શકે છે. તેથી ઘરે વાળ કાપતા પહેલાં થોડી સાવચેતી રાખી લેવી જોઈએ.

संबंधित पोस्ट

पनीर भुर्जी कैसे बनाते है , घर पर स्वादिष्ट व्यंजन बनाएं|

Admin

કાજલ બનાવે છે આંખોને સુંદર, જાણો તેને લગાવવાની સરળ અને સાચી રીત

Admin

इम्यूनिटी को बनाना है मजबूत तो खाये ये कुछ चीजे

अगर आपको डैंड्रफ की समस्या रहती है तो ऐसे करें दही का प्रयोग

Admin

આખું વર્ષ ચાલે તેવું, લાલ મરચાનું તીખું અને ચટાકેદાર અથાણું બનાવવાની રીત

Admin

अगर आप भी चेहरे के दाग धब्बों से छुटकारा पाना चाहते हैं तो इन उपायों को आजमाएं

Admin
Translate »