Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
बिज़नेस

Paytm કંપનીના શેર 9 % તૂટ્યા, બ્લોક ડીલ દ્વારા રોકાણકારોનો હિસ્સો વેચવાના સમાચારની અસર

સોફ્ટબેંક તરફથી બ્લોક ડીલ દ્વારા તેના શેર વેચવાની તૈયારીના અહેવાલો વચ્ચે ગુરુવારે Paytmના શેર દીઠ રૂ. 600થી નીચે આવી ગયો હતા. પ્રી-ઓપનિંગ દરમિયાન જ કંપનીનો શેર 6.43 % ઘટીને રૂ. 562.75 થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીનો શેર 6.37 %ના ઘટાડા સાથે રૂ. 563.25 પર ખૂલ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Paytmના શેરમાં એક પછી એક ઘણી મોટી બ્લોક ડીલ થઈ છે. 17 નવેમ્બરના ટ્રેડિંગ સેશન દરમિયાન વન 97 કોમ્યુનિકેશન (Paytm)ના શેર પર તેની અસર પડી હતી. આ Paytmના 4.5 % હિસ્સાની સમકક્ષ છે. અહેવાલો અનુસાર, કંપનીના 2.95 કરોડ શેરની બ્લોક ડીલ થઈ છે. જોકે, આ બ્લોક ડીલમાં કંપનીના કયા રોકાણકારો સામેલ છે તે અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી.

સોફ્ટ બેંકે કંપનીમાં પોતાનો હિસ્સો વેચ્યો!

માનવામાં આવી  રહ્યું છે કે, સોફ્ટબેંકે કંપનીમાં તેનો હિસ્સો વેચી દીધો છે. જણાવી દઈએ કે, One 97 કોમ્યુનિકેશન ભારતમાં Paytmના નામે નાણાકીય સેવાઓનું સંચાલન કરે છે. ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં કંપનીનો શેર 9.3 % સુધી ગગડીને રૂ. 545.55 પ્રતિ શેર થયો હતો. આ 26 જુલાઈ બાદ કંપનીના શેરની આ સૌથી નીચી કિંમત છે. અગાઉ, બ્લૂમબર્ગે એક અહેવાલમાં કહ્યું હતું કે, સોફ્ટ બેંક Paytmમાં ​​તેની 21.5 મિલિયન ડોલરની ભાગીદારી વેચવા ઈચ્છે છે.

Paytm શેરનો લોક-ઇન સમયગાળો થયો પૂરો 

Paytm શેર માટે લોક-ઇન સમયગાળો પૂરો થઈ ગયો છે. આવી સ્થિતિમાં IPO પહેલા કંપનીમાં રોકાણ કરનારા રોકાણકારો હવે તેમનો હિસ્સો વેચવા માટે સ્વતંત્ર છે. Paytmમાં ​​રોકાણને કારણે સોફ્ટ બેંકને નુકસાન થયું છે. તેમણે Paytmમાં ​​લગભગ 1.6 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. ગત વર્ષે નવેમ્બરમાં Paytmના IPO દરમિયાન, સોફ્ટબેંકે Paytmમાં ​​આશરે 22-250 મિલિયન ડોલરનો હિસ્સો વેચ્યો હતો.

IPOના ભાવથી 70 % સુધી તૂટી ગયા છે Paytmના શેર 

Paytmના શેરના ભાવ IPOના સમયના પ્રમાણમાં 70 %થી વધુનો ઘટાડો થયો છે. શેરબજારમાં કંપનીના શેરનું લિસ્ટિંગ થવાથી આઈપીઓના મૂલ્યમાં ઘટાડો થયો હતો. આ વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ પેટીએમમાં ​​સોફ્ટ બેંકનો 17.45 % હિસ્સો હતો. આ હિસ્સો SVF ઇન્ડિયા હોલ્ડિંગ્સ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો હતો. હવે બ્લોક ડીલ બાદ આ હિસ્સો ઘટીને 13 % થવાનું અનુમાન છે. જણાવી દઈએ કે, માસાયોશી સન્સના SVF ઈન્ડિયા હોલ્ડિંગે સરેરાશ 900 રૂપિયા પ્રતિ શેરના ભાવે Paytm શેર ખરીદ્યા હતા. એવામાં ગત 16 નવેમ્બરના Paytm શેર જે ભાવે બંધ થયા તે મુજબ SVF ઇન્ડિયા હોલ્ડિંગ્સને તેના રોકાણ પર લગભગ 33 %નું નુકસાન થયું છે.

संबंधित पोस्ट

Adani… Block પછી હવે આ કંપની પર હિંડનબર્ગનો કહેર, ઘટસ્ફોટના કારણે 20% સ્ટોક તૂટ્યા

Admin

ડીઝલ અને કેરોસીન ના ભાવ ખટાડવા ની માછીમારો ની માંગ

Karnavati 24 News

क्या भारत की आर्थिक स्थिति हो सकती है खराब !

Admin

ज़ोमैटो के को-फाउंडर मोहित गुप्ता ने दिया इस्तीफा | .

Admin

एचडीएफसी ट्विन्स की 40 अरब डॉलर की मर्जर डील को मिली आरबीआई की मंजूरी |

Karnavati 24 News

Budget 2022- किसानों को बजट से क्या चाहिए? क्या इस बार पूरे होंगे छोटे-छोटे सपने

Karnavati 24 News