Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

T20 World Cup: ઓસ્ટ્રેલિયા પહોચી ટીમ ઇન્ડિયા, સોમવારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ પ્રેક્ટિસ મેચ

 ટી-20 વર્લ્ડકપની શરૂઆત 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં થઇ રહી છે. ઓસ્ટ્રેલિયામાં ભારતની પ્રથમ ઓફિશિયલ પ્રેક્ટિસ સેશન શનિવારે 8 ઓક્ટોબરે થવાનું છે, તે પછી ભારત 2 પ્રેક્ટિસ મેચ 10 અને 13 ઓક્ટોબરે પર્થમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ઇલેવન વિરૂદ્ધ રમશે. ટીમ ઇન્ડિયા માત્ર 14 ખેલાડીઓ સાથે ઓસ્ટ્રેલિયા પહોચ્યુ છે.

ભારત માટે ડેથ બોલિંગ હજુ પણ ચિંતાનો વિષય છે. ગત કેટલાક સમયથી ટીમે ડેથ ઓવરમાં ઘણા રન આપ્યા છે. ભૂવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અથવા અર્શદીપ સિંહ ત્રણેય ફાસ્ટ બોલર પોતાની લયમાં જોવા નથી મળી રહ્યા. ટીમ ઇન્ડિયાના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ હજુ પણ ફિટનેસ ટેસ્ટ પાસ કરવાનો બાકી છે.

છેલ્લા કેટલાક દિવસ પહેલા કોવિડ 19થી મોહમ્મદ શમી સંક્રમિત થયો હતો. મોહમ્મદ સિરાજ અને દીપક ચહરનો વિકલ્પ પણ હાજર છે. મંગળવારે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટીમ ઇન્ડિયાના બોલરોએ અંતિમ પાંચ ઓવરમાં 73 રન આપ્યા હતા. આટલા જ રન પ્રથમ ટી-20 મેચમાં ભારતના બોલરોએ 15.6 ઓવરમાં આપી દીધા હતા. ઇજાને કારણે બહાર થયેલા જસપ્રીત બુમરાહની જગ્યા કોણ લેશે તેની જાહેરાત આવતા અઠવાડિયે કરવામાં આવશે. ટીમ ઇન્ડિયા 6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા માટે રવાના થઇ ગઇ છે.

કેપ્ટન રોહિત શર્માએ કહ્યુ, ઘણા ખેલાડી પહેલા ઓસ્ટ્રેલિયા ગયા નથી, માટે અમે ત્યા જલ્દી જઇ રહ્યા છીએ જેથી અમે ઓસ્ટ્રેલિયાની ઉછાળ ભરેલી પરિસ્થિતિમાં રમી શકીએ. ટીમમાંથી માત્ર 7 કે 8 ખેલાડી જ પહેલા ઓસ્ટ્રેલિયા ગયા છે. અમે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ કેટલીક પ્રેક્ટિસ મેચનું આયોજન કર્યુ છે અને સાથે જ આઇસીસીની બે પ્રેક્ટિસ મેચ પણ છે.

બીજી તરફ પ્રેક્ટિસ મેચ દરમિયાન વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસોસિએશને ભારતીય ફેન્સ માટે ભારતીય વ્યંજનોની વ્યવસ્થા કરી છે. જસપ્રીત બુમરાહના બહાર થવા પર ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે કહ્યુ, અમારી પાસે 15 ઓક્ટોબર સુધીનો સમય છે. દૂર્ભાગ્યથી મોહમ્મદ શમી અમારી ટીમનો ભાગ નથી. તે આ સમયે એનસીએમાં છે. એક વખત અમને જ્યારે તેનો રિપોર્ટ મળી જશે તો કેવી રીતે અમે તેની પર વિચાર કરી શકીએ છીએ.

संबंधित पोस्ट

PAK Vs BAN: પાકિસ્તાને બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું, સેમીફાઇનલમાં પહોંચી

Admin

રંગીલું રાજકોટ ક્રિકેટમય બનશે: આવતીકાલે બંને ટીમના ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે

Karnavati 24 News

IPL 2022 તમામ ટીમોએ જાહેર કરી દીધા કેપ્ટન, આ બે ટીમોએ વિદેશી ખેલાડીને બનાવ્યા કેપ્ટન

Karnavati 24 News

IPL 2022 Auction: અવેશ ખાન દિલ્હી કેપિટલ્સનો હિસ્સો ના બની શકતા ઋષભ પંતે કહ્યુ ‘સોરી જોડી ના શક્યા’

Karnavati 24 News

ભારતીય વિકેટ કીપર તાનિયા ભાટિયાના હોટલના રૂમમાં ચોરી, મહિલા ક્રિકેટરે તપાસની માંગ કરી

Ranji Trophy: 5000મી મેચ ચેન્નાઇમાં શરુ થઇ, 88 વર્ષનો ઇતિહાસ ધરાવતી ટૂર્નામેન્ટના ખાસ મુકામની આ બે ટીમ સાક્ષી બની

Karnavati 24 News