Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

બેન સ્ટોક્સ, સિકંદર રઝા, મિશેલન સેન્ટનર ICC પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ થયો

ઇંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ, ઝિમ્બાબ્વેનો ઓલ રાઉન્ડર સિકંદર રઝા અને ન્યૂઝીલેન્ડનો ઓલ રાઉન્ડર મિશેલ સેન્ટનરને ઓગસ્ટ 2022 માટે આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. રઝા, માર્ચ 2021માં સીન વિલિયમ્સ પછી નોમિનેટ થનાર પ્રથમ ઝિમ્બાબ્વેનો ખેલાડી છે, તેને બાંગ્લાદેશ અને ભારત વિરૂદ્ધ ઘરેલુ શ્રેણીમાં સારૂ પ્રદર્શન કર્યુ છે.

સિકંદર રઝાએ બાંગ્લાદેશ વિરૂદ્ધ સીરિઝમાં 135 અને અણનમ 117 રનની મદદથી બે વખત રન ચેઝ કર્યુ હતુ. આ સિવાય તેને ભારત વિરૂદ્ધ અંતિમ વન ડેમાં 115 રનની ઇનિંગ રમી હતી. બેટિંગ સિવાય તેને બોલિંગમાં પણ પોતાનો હાથ અજમાવ્યો હતો, તેને આ દરમિયાન 7 વિકેટ લીધી છે. મિશેલ સેન્ટનરે ઓગસ્ટમાં નેધરલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ પોતાની ટીમની ટૂર શ્રેણી દરમિયાન બેટ અને બોલ સાથે શાનદાર કામ કર્યુ હતુ.

ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન સ્ટોક્સે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની બીજી ટેસ્ટમાં ઓલ્ડ ટ્રેફર્ડમાં પોતાના શાનદાર પ્રદર્શનના દમ પર મેચ જીતાડીને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ યજમાન ટીમને ત્રણ મેચની શ્રેણીને 1-1થી બરાબર કરાવી હતી.

સ્ટોક્સે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ WTC મેચમાં પોતાની ટીમને શ્રેણીને બરાબર કરવા માટે એક યાદગાર પ્રદર્શન કર્યુ હતુ. આખા મહિનામાં 143 રન બનાવી, સ્ટોક્સે સાત વિકેટ લીધી હતી જેમાં રાસી વૈન ડેર ડુસેન, કીગન પીટરસન અને એડન માર્કરમની વિકેટ સામેલ છે.

નાના ફોર્મેટમાં પોતાની બોલિંગ માટે જાણીતા સેન્ટનરે નેધરલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝના તાજેતરના પ્રવાસ દરમિયાન સારૂ પ્રદર્શન કર્યુ હતુ, આ કારણે તેને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યુ છે. આખા પ્રવાસમાં શાનદાર બોલિંગ કરતા સેન્ટનરે ટી-20માં 17ની એવરેજથી સાત વિકેટ લીધી હતી. સિકંદર રઝાએ 17 ટેસ્ટ મેચમાં 1187 રન બનાવ્યા છે જ્યારે 123 વન ડે મેચમાં 3656 રન બનાવ્યા છે જ્યારે 58 ટી-20માં 1040 રન બનાવ્યા છે.

संबंधित पोस्ट

સૂર્યકુમાર યાદવે ઈશાન કિશન સાથે પુષ્પાના ગીત પર ડાન્સ કર્યો, જુઓ વીડિયો

Karnavati 24 News

FIFA World Cup 2022: સેમીફાઇનલ અગાઉ વિવાદ, લિયોનેલ મેસ્સી સાથે ઘર્ષણ કરનાર રેફરીની છૂટ્ટી

Admin

પાકિસ્તાન ક્રિકેટરો પર પીસીબી મહેરબાન, સ્થાનિક ક્રિકેટરોને આપશે વધુ પૈસા

IND Vs ENG 5th Test: એજબેસ્ટનમાં દમદાર રહ્યો છે ઇંગ્લેન્ડનો ટેસ્ટ રેકોર્ડ, 50%થી વધારે મેચમાં જીત મેળવી છે

Karnavati 24 News

मुख्यप कोच राहुल द्रविड़ को हुआ कोरोना, नहीं जाएंगे एशिया कप में

Karnavati 24 News

IND vs SA: સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ માટે કેવો રહેશે પ્લેઇંગ XI, રહાણેને તક મળશે કે 5 બોલરો અજમાવશે?

Karnavati 24 News
Translate »