Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

આ વસ્તુઓનું કરો સેવન, પ્રેગનન્સીમાં નહિં બનો ડાયાબિટીસનો ભોગ અને રહેશો રિલેક્સ

પ્રેગનન્સી દરમિયાન દરેક મહિલાઓએ ખાવા-પીવાની બાબતમાં ખાસ ધ્યાન રાખવું જોઇએ. આ સમયે પોતાને ફિટ રાખવા માટે સ્ત્રીઓ અનેક વસ્તુઓનું સેવન કરતી હોય છે. ઘણી બધી સ્ત્રીઓ એવી હોય છે જે ખાવાપર બિલકુલ કંટ્રોલ કરી શકતી નથી. જેનું એક કારણ ડાયાબિટીસ પણ હોઇ શકે છે. આજના આ સમયમાં પ્રેગનન્સી દરમિયાન અનેક સ્ત્રીઓ ડાયાબિટીસની ઝપેટમાં આવી જતી હોય છે. આ સમયે થતો ડાયાબિટીસ જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવામાં આવે છે. આ સમયે મહિલાઓનું બ્લડ શુગર લેવલ ખૂબ વધી જાય છે. પરંતુ ડિલીવરી પછી આ સમસ્યામાંથી રાહત મળી જાય છે. પરંતુ પ્રેગનન્સીમાં ડાયાબિટીસની સમસ્યાને કંટ્રોલ કરવી ખૂબ જરૂરી છે. માતાને ડાયાબિટીસને થવાને  કારણે બાળકોના વિકાસ પર સીધો અસર પડે છે. ઘણી પરિસ્થિતિમાં બાળક પ્રીમેચ્યોર પણ જન્મી શકે છે. તો જાણો પ્રેગનન્સી સમયે થતો ડાયાબિટીસ બાળકોના વિકાસ પર કેવી અસર પાડે છે અને આમાંથી બચવા શું કરશો.

ભરપૂર સલાડ ખાઓ

પ્રેગનન્સીમાં તમારે સલાડ ભરપૂર પ્રમાણમાં ખાવો જોઇએ. આનાથી ગ્લુકોઝ લેવલ ઓછુ થાય છે. ડાયાબિટીસના દર્દીઓને હંમેશા સલાડ ખાવાની સલાહ આપવામાં આવે છે. આ તમારા શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ બહુ સ્લો થાય છે. આ તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

ઇંડા ખાઓ

તમે પ્રેગનન્સી દરમિયાન ઇંડાનું સેવન પણ કરી શકો છો. આનું સેવન ડાયાબિટીસને કંટ્રોલ કરવાનું કામ કરે છે. ઇંડામાં પ્રોટીન, કેલ્શિયમ, ઓમેગા-3 ફેટી એસિડ જેવા પોષક તત્વો હોય છે જે પ્રેગનન્સી સમયે થતા ડાયાબિટીસને કંટ્રોલ કરવાનું કામ કરે છે. પ્રેગનન્સી દરમિયાન ડાયાબિટીસથી બચવા ઇંડા ખાઓ.

બદામ ખાઓ

પ્રેગનન્સી દરમિયાન ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે બદામ ખાઓ. પ્રેગનન્સી સમયે રોજ તમે બદામ ખો. બદામ ખાવાથી માનસિક વિકાસ સારો થાય છે. તમે સવારમાં નાસ્તાના સમયે બદામ ખાઇ શકો છો. બદામ તમારી ક્રેવિંગની સમસ્યાને પણ ખતમ કરવાનું કામ કરે છે.

संबंधित पोस्ट

सर्दी-खांसी से है परेशान? घर पर ही मौजूद इन चीजों के इस्तेमाल से मिलेगी राहत

Admin

અમદાવાદના કાંકરિયા ખાતે AAP CYSS દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો

Karnavati 24 News

मुंबई: NCB के हाथ लगी बड़ी सफलता, 5 करोड़ के ड्रग्स बरामद

Karnavati 24 News

iPhone 14 को लेकर बड़ी खबर जाने कब होगा iphon 14 लॉन्च! जाने कितना महंगा होगा iphon 14।

IDTRS ने Accountant पदों के लिए भर्ती की प्रक्रिया शुरू, जल्द करें आवेदन।

Admin

आंध्र प्रदेश में गोदावरी बाढ़ के मद्देनजर पहली चेतावनी जारी |

Karnavati 24 News
Translate »