Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

હોન્ડા સિટી રહી ગઈ પાછળ, ટાટા ટિગોરના વેચાણમાં 358%નો વધારો, મારુતિની આ કાર હતી બેસ્ટ સેલર

જૂન મહિનો ઓટો માર્કેટ માટે ઘણો સારો રહ્યો છે. આ સમયગાળા દરમિયાન ઘણી કંપનીઓ અને કાર બ્રાન્ડ્સના સેલમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો, જેમ કે સેડાન સેગમેન્ટમાં ટાટા ટિગોરના વેચાણમાં 358% થી વધુનો વધારો થયો છે, જ્યારે મારુતિની એક કાર બેસ્ટ સેલર રહી છે. બીજી તરફ, સૌથી પોપ્યુલર સેડાન હોન્ડા સિટી આ મામલે પાછળ રહી ગઈ છે. જાણો સૌથી વધુ વેચાતી સેડાન કારના લિસ્ટમાં કઈ કારે સ્થાન મેળવ્યું…

મારુતિ ડિઝાયર બેસ્ટ સેલર સેડાન

જૂન 2022માં સૌથી વધુ વેચાતી સેડાન કાર મારુતિ ડિઝાયર છે. તેના 12.597 યુનિટ વેચાયા છે. જો કે ગયા વર્ષના જૂનની સરખામણીએ આ કારના વેચાણમાં ઘટાડો થયો છે. જૂન 2021માં ડિઝાયરના 12,639 યુનિટ વેચાયા હતા.

Tata Tigor નું જોરદાર વેચાણ

ટાટા ટિગોર જૂન 2022માં દેશમાં બીજી સૌથી વધુ વેચાતી સેડાન રહી છે. તેણે 4,931 યુનિટ્સનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષે 1,076 યુનિટ્સનું વેચાણ થયું હતું. એટલે કે વાર્ષિક ધોરણે આ કારના વેચાણમાં 358.27%નો વધારો થયો છે.

હ્યુન્ડાઈ ઓરાની પણ ચમક

હ્યુન્ડાઈ ઓરા જૂનમાં સૌથી વધુ વેચાતી સેડાનમાં ત્રીજા નંબરે રહી છે. આ મહિનામાં 4,102 ઓરાઓનું વેચાણ થયું છે. જ્યારે ગયા વર્ષે આ આંકડો માત્ર 3,126 યુનિટ હતો.

હોન્ડા અમેઝનો બેસ્ટ સેલ

જૂન 2022માં Honda Amazeનું વેચાણ પણ સારું રહ્યું છે. આ દરમિયાન 3,350 હોન્ડા અમેઝનું વેચાણ થયું હતું. જ્યારે ગયા વર્ષે જૂનમાં માત્ર 1,487 અમેઝનું વેચાણ થયું હતું. આ રીતે તેના વેચાણમાં 125% થી વધુનો વધારો થયો છે.

હોન્ડા સિટી આવી 5માં નંબર પર

દેશની સૌથી પોપ્યુલર સેડાન પૈકીની એક હોન્ડા સિટી મોસ્ટ સેલિંગ સેડાનના લિસ્ટમાં 5મા નંબરે રહી છે. તેણે 3,292 યુનિટ સેલ કર્યા છે.

આ કાર પણ ટોપ 10માં સામેલ

સૌથી વધુ વેચાતી સેડાનમાં સ્કોડા સ્લેવિયાને છઠ્ઠા નંબર પર રાખવામાં આવી છે. બીજી તરફ ફોક્સવેગન વર્ટસ સાતમા નંબરે, હ્યુન્ડાઈ વર્ના આઠમા નંબરે, મારુતિ સિયાઝ નવમા નંબરે અને સ્કોડા સુપર્બ દસમા નંબરે છે.

संबंधित पोस्ट

સ્માર્ટફોનમાં નેટવર્કના ઇસ્યુ છે? તો આ 1 ફેરફાર કરો અને મેળવો જબરજસ્ત પરિણામ

Karnavati 24 News

આંખના પલકારામાં 300 કિમીની ઝડપ! દેશમાં લોન્ચ થઈ આ દમદાર કાર, કિંમત છે આટલી

Admin

શું છે અમેરિકાનું ફોનિક્સ ઘોસ્ટ ડ્રોન, જેનાથી યુક્રેન એક કલાક માં ડોનબાસમાં રશિયન સેનાને નષ્ટ કરી શકે છે.

Karnavati 24 News

આ દમદાર SUV સામે બધી Hyundai કાર ફેલ, સૌથી વધુ વેચાઈ, 8.3 લાખમાં ખરીદી

Admin

દિવાળી પહેલા Appleએ આપ્યો ઝટકો, જૂના IPad 6,000 રૂપિયા સુધી થયા મોંઘા

Admin

OnePlus એ લાંબા સમય સુધી ચાલતા બેટરી બેકઅપ સાથે નવા ઇયરબડ્સ લોન્ચ કર્યા છે

Karnavati 24 News
Translate »