વર્તમાન સમયમાં ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર્સ કોન્ટેંટને લઇને ખૂબ જ સચેત બની ગયા છે. જેના પગલે અનેક વૈવિધ્યસભર કહાણી સાથેની ગુજરાતી ફિલ્મો દર્શકોને થિયેટરો સુધી આકર્ષી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદ અને તેની આસપાસમાં કરવામાં આવ્યું હતું જેમાં 119 કલાકારો હતા અને તેને એક વાસ્તવિક અનુભૂતિ આપવામાં આવી હતી. ત્યારે વધુ એક એક્શન પેક્ડ થ્રિલર ગુજરાતી ફિલ્મ રાડો થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મના પ્રોડ્યુસર્સ મુન્ના શુકુલ અને જયેશ પટેલ અને કો-પ્રોડ્યુસર્સ નિલય ચોટાઇ, મિત ચોટાઇ અને મેહુલ પંચાલ છે. યશ સોનીએ જણાવે છેકે- અમે 65 દિવસનું શૂટિંગ કર્યું અને ફિલ્મમાં કાચો બનવાનો પ્રયાસ કર્યો. ઘણા કલાકારોને શૂટ દરમિયાન ઇજાઓ પણ પહોંચી હતી જે દર્શાવે છે કે ફિલ્મ તેમના માટે કેટલી મહત્વની છે અને દર્શકોને તેઓ જે ઇચ્છે છે તે આપે છે. તે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની સૌથી મોટી બજેટ ફિલ્મ છે અને ફિલ્મ ફ્લોર પર જાય તે પહેલા લગભગ 95 ડ્રાફ્ટ લખવામાં આવ્યા હતા.15 કરોડના ખર્ચે બનનારી પ્રથમ ગુજરાત ફિલ્મ છે. ફિલ્મમાં નવી પેઢીના નવા વિચારો ધરાવતા અને સમાજ માટે કાઈક કરી છૂટવાની જંખના ધરાવતા યુવકનું પાત્ર ભજવતા કલાકાર નિકિતા શર્માએ જણાવ્યું કે ગુજરાતી ભાષામાં આ પ્રકારે બિગ બજેટ ફિલ્મ આવવી એ ખૂબ મોટી વાત છે. શુકુલ સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, બિગ બોક્સ સીરિઝ પ્રોડક્શન હેઠળ નિર્મિત, અને અનંતા બિઝનેસકોર્પ અને પટેલ એન્ટરટેઇનમેન્ટની સહયોગિતા સાથે ગુજરાતી ફિલ્મ રાડો એક્શનથી ભરપુર થ્રિલર છે. રાડો ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર ક્રિષ્ણદેવ યાજ્ઞિક છે. ફિલ્મનું સંગીત રાહુલ મુંજારિયાએ આપ્યું છે. લોકશાહીની વ્યાખ્યા ‘લોકો દ્વારા, લોકો માટે અને લોકો થકી’ સાથેની કહાણી ધરાવતી એક્શનથી ભરપુર થ્રિલર ગુજરાતી ફિલ્મ રાડોમાં યશ સોની, હિતુ કનોડિયા, તર્જની ભાડલા, નિકિતા શર્મા, ભરત ચાવડા, નિલમ પંચાલ, ચેતન દૈયા, ગૌરાંગ આનંદ અને હિતેન કુમાર જેવા દિગ્ગજ કલાકાર સહિત અનેક જાણીતા કલાકારોએ પોતાનો અભિનય આપ્યો છે. ફિલ્મના પ્રોડ્યુસર્સ મુન્ના શુકુલ અને જયેશ પટેલ અને કો-પ્રોડ્યુસર્સ નિલય ચોટાઇ, મિત ચોટાઇ અને મેહુલ પંચાલ છે.