



ચાઇનીઝ એપ પર ભારત સરકાર અવાર નવાર તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે ફરી નવી 54 ચાઇનીઝ એપ બેન કરી દેવામાં આવી છે. ખાસ કરીને તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ભારત સરકાર દ્વારા ટિકટોક, કેમ સ્કેનર જેવી એપ પર પણ બેન લગાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત પબજી પર પણ અગાઉ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
જો કે હાલ જેટલી એપ પર પ્રતિબંધ લગવવામાં આવ્યો છે તેમાંથી કેટલીક એપના નામ જ સામે આવ્યા છે. બ્યુટી કેમેરા: સ્વીટ સેલ્ફી એચડી, બ્યુટી કેમેરા: સેલ્ફી કેમેરા, ઈક્વલાઈઝર અને બેઝ બૂસ્ટર, કેમકોર્ડ ફોર સેલ્સફોર્સ એન્ટ, ઇસોલેન્ડ 2: અશેજ ઓફ ટાઇમ લાઇટ, વીવા વિડીયો એડિટર, ટેન્સેન્ટ એક્સરાઇવર, એપલોક અને ડ્યુઅલ લાઇટ જેવી એપ સામેલ છે અન્ય એપ પર પણ બેન લગાવવામાં આવ્યો જ છે.
ભારત સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય ચાઇનીઝ એપ પર આ પહેલા પણ લેવામાં આવ્યો જ છે. આ પહેલા ટિકટોકનો ક્રેઝ ખૂબ જ જોવા મળતો હતો પરંતુ આ એપ ચાઇનીઝ હોવાથી તેના પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.