Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

રોકાણ / આ સરકારી સ્કીમમાં કરો ફક્ત 2 રૂપિયાનું રોકાણ, મળશે 36 હજાર પેન્શન

કેન્દ્ર સરકાર હવે મજૂરોને પણ પેન્શન આપશે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અસંગઠિત ક્ષેત્રના મજૂરો માટે એક શાનદાર યોજના છે. તેના હેઠળ શેરી વિક્રેતાઓ, રિક્ષાચાલકો, બાંધકામ કામદારો અને અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને તેમના વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવામાં મદદ કરવામાં આવશે. સરકાર આ યોજના હેઠળ મજૂરોને પેન્શનની ખાતરી આપે છે. આ સ્કીમમાં દરરોજ માત્ર 2 રૂપિયાની બચત કરીને તમે વાર્ષિક 36,000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો.

પ્રતિ મહિના 55 રૂપિયા જમા કરવાના રહેશે

આ સ્કીમ શરૂ કરવા પર તમારે દર મહિને 55 રૂપિયા જમા કરાવવા પડશે. એટલે કે 18 વર્ષની ઉંમરે રોજના લગભગ 2 રૂપિયાની બચત કરીને તમે વાર્ષિક 36000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. જો કોઈ વ્યક્તિ 40 વર્ષની ઉંમરથી આ સ્કીમ શરૂ કરે છે, તો તેણે દર મહિને 200 રૂપિયા જમા કરાવવા પડશે. તમને 60 વર્ષની ઉંમર પછી પેન્શન મળવાનું શરૂ થશે. 60 વર્ષ પછી તમને દર મહિને 3000 રૂપિયા એટલે કે પ્રતિ વર્ષ 36000 રૂપિયા પેન્શન મળશે.

આ છે જરૂરી દસ્તાવેજ

આ સ્કીમનો લાભ લેવા માટે તમારી પાસે સેવિંગ બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ હોવું જરૂરી છે. વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

ક્યા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

  • – તેના માટે તમારે યોજના માટે કોમન સર્વિસ સેન્ટર (CSC) માં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
  • – CSC સેન્ટરમાં પોર્ટલ પર શ્રમિક રજીસ્ટ્રેશન કરાવી શકે છે
  • – સરકારે આ યોજના માટે વેબ પોર્ટલ પણ બનાવ્યું છે
  • – આ સેન્ટર દ્વારા ઓનલાઇન તમામ જાણકારી ભારત સરકારને જતી રહેશે

આપવાની રહેશે આ જાણકારી

રજીસ્ટ્રેશન માટે તમારે તમારા આધાર કાર્ડ, બચત અથવા જન ધન બેંક એકાઉન્ટ પાસબુક, મોબાઇલ નંબરની જરૂર પડશે. આ ઉપરાંત સંમતિ પત્ર આપવાનો રહેશે જે બેંક બ્રાન્ચમાં પણ આપવાનો રહેશે જ્યાં શ્રમિકનું બેંક ખાતું હશે, જેથી સમયસર તેના બેંક એકાઉન્ટમાંથી પેન્શન માટે રૂપિયા કાપી શકાય.

કોણ લઈ શકે છે સ્કીમનો લાભ

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના હેઠળ કોઈપણ અસંગઠિત ક્ષેત્રના મજૂક, જેમની ઉંમર 40 વર્ષથી ઓછી છે અને કોઈપણ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યો નથી, તે આ લાભ લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્કીમ માટે અરજી કરનાર વ્યક્તિની માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ.

संबंधित पोस्ट

Infinixએ તેનો નવો સ્માર્ટફોન Infinix Hot 12 ભારતમાં કર્યો લોન્ચ

Karnavati 24 News

પેટ્રોલ ડીઝલના ભાવ આજે: ક્રૂડ ઓઈલના ભાવ આસમાને છે, જાણો શું છે 1 લીટર પેટ્રોલ-ડીઝલના ભાવ આજે

Karnavati 24 News

SBIના ખાતાધારકો આનંદો! હવે ફીચર ફોનથી ફંડ ટ્રાન્સફર માટે SMS ચાર્જ નહીં ચૂકવવો પડે

Karnavati 24 News

LIC IPO: સરકાર એપ્રિલ 2022ના અંત સુધીમાં LIC IPO લોન્ચ કરી શકે છે, મંત્રીઓની પેનલ સમયમર્યાદા નક્કી કરી શકે છે

Karnavati 24 News

LICનું નબળું લિસ્ટિંગઃ માર્કેટ કેપની દૃષ્ટિએ 5મી સૌથી મોટી કંપની બની.

Karnavati 24 News

મંદીનો માર: સ્ટાર્ટઅપ્સમાં નવું રોકાણ 33 ટકા ઘટ્યું, રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો

Karnavati 24 News