Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

ડાયાબિટીસના દર્દીઓ રાત્રે સુતા પહેલા કરો આ 5 કામ, સુગર લેવલ રહેશે કંટ્રોલમાં

ડાયાબિટીસના દર્દીઓએ અનેક વસ્તુઓથી બચવું જોઇએ. ડાયાબિટીસના દર્દીઓ ખાવા-પીવાનું ધ્યાન નથી રાખતો તો અનેક ઘણી સમસ્યાઓ આગળ જતા થઇ શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ સુગર લેવલ કંટ્રોલમાં રાખવી ખૂબ જરૂરી છે. જો સુગર વધી જાય તો દર્દીને અનેક ઘણી તકલીફ થાય છે. સુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે અનેક બાબતો પર ધ્યાન રાખવું જોઇએ. જો તમે આ વાતો પર ધ્યાન આપતા નથી તો ડાયાબિટીસ વધી જાય છે. તો જાણી લો તમે પણ ડાયાબિટીસના દર્દીઓએ કેવી રીતે સુગરને કંટ્રોલમાં કરવી જોઇએ.

  • ડાયાબિટીસના દર્દીઓએ રાત્રે વધારે ખોરાક ખાવો જોઇએ નહિં. આ સાથે જ સુગરને કંટ્રોલમાં કરવા માટે ડિનરમાં હાઇ ફાઇબર અને લો ફેટની વસ્તુઓ ખાવી જોઇએ નહિં.
  • રાત્રે ઊંઘતા પહેલા ખાસ તમારી સુગર ચેક કરો. જો તમે રાત્રે સુતા પહેલા સુગર લેવલની તપાસ કરો છો તો આનાથી ડોક્ટરની મદદ મળશે અને તમને પોતાને પણ ખ્યાલ આવશે. રાત્રે સુતા સમયે બ્લડ સુગર 90 થી 150 મિલીગ્રામ પ્રતિ ડેસીલીટર હોવી જોઇએ.
  • વિશેષજ્ઞોનું કહેવું છે કે, ડાયાબિટીસના દર્દીઓએ રાત્રે સુતા સમય કોફી, ચા, ચોકલેટ અને સોડા પીવી જોઇએ નહિં, કારણકે આનાથી સુગર લેવલ વધી જાય છે જેના કારણે તમને રાત્રે ઊંઘમાં તકલીફ પડે છે.
  • રાત્રે ડિનર લીધા પછી ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ ચાલો. જમીને તરત બેસી રહેવાથી અને ઊંઘવાની આદત તમને મુશ્કેલીમાં મુકી શકે છે. ચાલવાથી તમારું સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને તમને ઊંઘ પણ રાત્રે સારી આવે છે.
  • તમારા રૂમનો માહોલ સ્ટ્રેસ ફ્રી બનાવો. સ્ટ્રેસ ફ્રી હોવાથી તમારું બીપી પણ કંટ્રોલમાં રહે છે અને તમને બીજી તકલીફ પડતી નથી.

संबंधित पोस्ट

પલાળેલા અખરોટ: પલાળેલા અખરોટ સુંદરતા અને સ્વાસ્થ્ય બંને માટે વરદાન છે, જાણો કયા લોકોને છે જોખમ

 રાજ્યના સૌ પ્રથમ એવા ઓમિક્રોન વેરિયન્ટના દર્દીને 17 દિવસ બાદ રજા અપાઈ

Karnavati 24 News

આ લોકોએ ક્યારે પણ ના ખાવું જોઇએ પપૈયું, નહિં તો થશે…

Karnavati 24 News

જાણો અપૂરતી ઊંઘને કારણે સ્વાસ્થ્ય પર કેવી અસરો જોવા મળે છે?

Karnavati 24 News

Urine Smells Bad: यूरिन से आने वाली तेज दुर्गंध के ये हैं मुख्य कारण, अनदेखा करने से बिगड़ सकती है सेहत

Karnavati 24 News

કૂતરા કરડવાના કેસ વધી રહ્યા છે, આ છે 5 કારણો જેના કારણે કૂતરાઓ હિંસક બને છે

Admin