Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

ડાયાબિટીસના દર્દીઓ રાત્રે સુતા પહેલા કરો આ 5 કામ, સુગર લેવલ રહેશે કંટ્રોલમાં

ડાયાબિટીસના દર્દીઓએ અનેક વસ્તુઓથી બચવું જોઇએ. ડાયાબિટીસના દર્દીઓ ખાવા-પીવાનું ધ્યાન નથી રાખતો તો અનેક ઘણી સમસ્યાઓ આગળ જતા થઇ શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ સુગર લેવલ કંટ્રોલમાં રાખવી ખૂબ જરૂરી છે. જો સુગર વધી જાય તો દર્દીને અનેક ઘણી તકલીફ થાય છે. સુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે અનેક બાબતો પર ધ્યાન રાખવું જોઇએ. જો તમે આ વાતો પર ધ્યાન આપતા નથી તો ડાયાબિટીસ વધી જાય છે. તો જાણી લો તમે પણ ડાયાબિટીસના દર્દીઓએ કેવી રીતે સુગરને કંટ્રોલમાં કરવી જોઇએ.

  • ડાયાબિટીસના દર્દીઓએ રાત્રે વધારે ખોરાક ખાવો જોઇએ નહિં. આ સાથે જ સુગરને કંટ્રોલમાં કરવા માટે ડિનરમાં હાઇ ફાઇબર અને લો ફેટની વસ્તુઓ ખાવી જોઇએ નહિં.
  • રાત્રે ઊંઘતા પહેલા ખાસ તમારી સુગર ચેક કરો. જો તમે રાત્રે સુતા પહેલા સુગર લેવલની તપાસ કરો છો તો આનાથી ડોક્ટરની મદદ મળશે અને તમને પોતાને પણ ખ્યાલ આવશે. રાત્રે સુતા સમયે બ્લડ સુગર 90 થી 150 મિલીગ્રામ પ્રતિ ડેસીલીટર હોવી જોઇએ.
  • વિશેષજ્ઞોનું કહેવું છે કે, ડાયાબિટીસના દર્દીઓએ રાત્રે સુતા સમય કોફી, ચા, ચોકલેટ અને સોડા પીવી જોઇએ નહિં, કારણકે આનાથી સુગર લેવલ વધી જાય છે જેના કારણે તમને રાત્રે ઊંઘમાં તકલીફ પડે છે.
  • રાત્રે ડિનર લીધા પછી ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ ચાલો. જમીને તરત બેસી રહેવાથી અને ઊંઘવાની આદત તમને મુશ્કેલીમાં મુકી શકે છે. ચાલવાથી તમારું સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને તમને ઊંઘ પણ રાત્રે સારી આવે છે.
  • તમારા રૂમનો માહોલ સ્ટ્રેસ ફ્રી બનાવો. સ્ટ્રેસ ફ્રી હોવાથી તમારું બીપી પણ કંટ્રોલમાં રહે છે અને તમને બીજી તકલીફ પડતી નથી.

संबंधित पोस्ट

કોવીડ-૧૯ રસીકરણ અભિયાન મણિનગર

Karnavati 24 News

કોળાના બીજ તમારા માટે ખૂબ કામના હોઈ શકે છે, રસોઈ બનાવતી વખતે તેને ડસ્ટબિનમાં ફેંકશો નહીં.

Karnavati 24 News

राजस्थान में पहली बार एक शहर से दूसरे शहर शहर में हुए ऑर्गन ट्रांसपोर्ट*

Admin

કરચલીઓ: આ મીઠી વસ્તુની મદદથી ચહેરાની કરચલીઓ દૂર થશે, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

2050 સુધીમાં 250 કરોડ લોકો બહેરા થઈ શકે છે

Karnavati 24 News

 UKથી આવેલી 27 વર્ષિય યુવતિ ઓમિક્રોન પોઝીટીવ, શહેરમાં ત્રીજો કેસ નોંધાયો

Karnavati 24 News
Translate »